(એજન્સી) તા.ર૪
આરોગ્ય મંત્રાલયે કાલે જાહેર કરવામાં આવેલા કોરોના પ્રસારને રોકવા માટે ૩૧ જુુલાઈથી શરૂ થનારી ઈદ ઉલ-અઝહાની રજાઓ દરમ્યાન સંપૂર્ણ ઈરાકમાં લોકડાઉન લગાવવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયમાં જાહેર આરોગ્ય વિભાગના મહાનિર્દેશક રિયાદ અબ્દુલ અલ-અમીરે જણાવ્યું કે વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આરોગ્ય અને સુરક્ષાની ઉચ્ચ સમિતિએ આરોગ્ય મંત્રાલયના વ્યાપક સંશોધનને લાગુ કરવાના આગ્રહને પરવાનગી આપી દીધી છે. પ્રતિબંધો પછી ઈદ-ઉલ-ફિત્રની રજાના એક અઠવાડિયા પછી દેશમાં કોરોનાની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી.
તેમણે જણાવ્યું કે જો લોકો કોરોના અટકાવવાના પગલાનું અસરકારક પાલન કરશે તો પીડિતોની સંખ્યા ઘટી જશે. ઈરાકી અધિકારીઓએ આંશિક લોકડાઉન લગાવ્યું જેનાથી લોકોને માસ્ક પહેરવા સહિત નિવારક ઉપાયોનું પાલન કરતા દિવસ દરમ્યાન પ્રવાસ કરવાની પરવાનગી મળશે. પાછલા અઠવાડિએ સરકારે જાહેરાત કરી કે તે ઈદ-ઉલ-અઝહા પછી આંશિક કર્ફ્યુ હટાવી દેશે. ઈરાકે કોરોનાના કારણે ૪૦૪ર મૃત્યુ સહિત ૯૯,૮૬પ કેસ નોંધ્યા છે.