(એજન્સી) તા.૧૫
સમાચાર મુજબ માનવાધિકાર સંગઠને રવિવારે જણાવ્યું કે ઈરાકે દાઈશ આતંકવાદી સમૂહની સાથે કથિત સંબંધો માટે પુરાવાઓના અભાવમાં ઓછામાં ઓછા ૭પ બાળકોને મુક્ત કરી દીધા છે. ન્યુયોર્ક સ્થિત અધિકાર સમૂહે એક નિવેદનમાં જણાવ્યું કે ઈરાકના ઉત્તરી નિનેવેહ રાજ્યમાં ન્યાયાધીશોની એક વિશેષ સમિતિ અન્ય ઈરાકી અદાલતોની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર માપદંડોનું સારૂં પાલન કરતા જોવા મળી. તેમાં જણાવવામાં આવ્યું છે કે સમિતિએ વ્યક્તિગત મામલાઓની સમીક્ષા કરી અને બાળકોને મુક્ત કરવાના આદેશ આપ્યો. પુરાવાઓની અછત અને બેવડા જોખમને રોકવા સહિત કારણોની સાથે સાથે ઈરાકના માફી કાયદાની જોગવાઈ છે. જો કે અધિકાર સમૂહે મુક્ત બાળકોની રાષ્ટ્રીયતાઓને નિર્દિષ્ઠ કરી નથી. માનવાધિકારના વરિષ્ઠ સંકટ અને સંઘર્ષ સંશોધનકર્તા બેલ્કિસ વિલે જણાવ્યું કે આ સમિતિના કામથી જાણ થાય છે કે કેટલાક ઈરાકી ન્યાયાધીશ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સિદ્ધાંતોને લાગુ કરવાની પદ્ધતિને સમજે છે અને એવું કરી રહ્યા છે. ભલે જ બાકી વ્યવસ્થા તેમની અવગણના કરી રહી હોય. અમને આશા છે કે ઉચ્ચ ન્યાયિક પરિષદ આ સકારાત્મક ઉદાહરણને અપવાદના સ્થાને માપદંડ બનાવવાની પરવાનગી આપવા માટે સંપૂર્ણ દેશની અદાલતો સાથે શેર કરે છે. બગદાદ અને ઈરાકની કુર્દીશ ક્ષેત્રીય સરકારે કથિત દાઈશ સંબંધતા અંગે અનેક બાળકો પર આંતકવાદનો આરોપ લગાવ્યો છે.
Recent Comments