(એજન્સી) તા.૧૭
ઈરાકી વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમી કાલે ઈરાકમાં સઉદી રાજદ્વારી અબ્દુલઅઝીઝ અલ-શમ્મારી સાથે બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરવા મળ્યા.
ઈરાકી રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં જણાવ્યું કે આ જોડીએ બગદાદ અને રિયાધની વચ્ચે સંયુક્ત સહયોગને વધારવાની પદ્ધતિઓ પર ચર્ચા કરી. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે બંને અધિકારીઓએ બંને દેશોની વચ્ચે વેપાર અદાન-પ્રદાનની સક્રિયતા પર પણ ચર્ચા કરી. આ બેઠક ઈરાકી-સઉદી સમન્વય પરિષદની વર્તમાન બેઠકો પછી થઈ, જેના પરિણામ સ્વરૂપ વિવિધ ક્ષેત્રોમાં કેટલીક સમજૂતી થઈ. પાછલા મહિને ઈરાક અને સઉદી અરબે બંધ થવાના ૩૦ વર્ષ પછી વેપાર આદાન-પ્રદાન માટે અરાર સીમાને ફરીથી ખોલી દીધી. ઈરાક અને સઉદી અરબે જુલાઈ ર૦૧૯માં બંને દેશોની વચ્ચે વેપાર આંદોલનના ઉદ્‌ઘાટન માટે અરાર સીમા પારથી અપનાવવામાં આવતા કસ્ટમ ડ્યુટી તંત્ર પર સંમતિ વ્યક્ત કરી. ૧૯૯૦માં કુવૈત પર ઈરાકી હુમલા પછી રપ વર્ષ સુધી અલગ રહ્યા પછી સઉદી અરબે ઈરાકની સાથે ડિસેમ્બર ર૦૧પમાં રાજદ્વારી સંબંધ ફરીથી શરૂ કર્યા.