(એજન્સી) તા.૧૦
ચીની મીડિયાનું માનવું છે કે ઈરાને જે રીતે પરમાણુ સમજૂતી પ્રાતિ પોતાની પ્રતિબદ્ધતાઓ પર અમલ કર્યો અને સાથે જ અમેરિકાની વધુ દબાણ નીતિનો સંપૂર્ણ મજબૂતીથી સામનો કર્યો તેનું પરિણામ ટ્રમ્પ સરકારની હાર તરીકે સામે આવ્યું છે.
સમાચાર મુજબ ચીનના કેન્દ્રીય ટીવી ચેનલે આ વાત પર ભાર આપ્યો છે કે, આ સમયે વિશ્વની અને ક્ષેત્રની વધુ પડતી સમસ્યાઓનું કારણ ટ્રમ્પની એકપક્ષીય નીતિઓ અને તેમના વિશ્વની થતી બધી આંતરરાષ્ટ્રીય સમજૂતીમાંથી અમેરિકાને નીકાળી લેવું છે.
ચીની વિદેશ મંત્રી વાંગ યીનું કહેવું છે કે અમેરિકાએ આ ઉદ્દેશ પથ અને તર્કસંગત દિશામાં આગળ વધવું જોઈએ અને પોતાના આંતરરાષ્ટ્રીય દાયિત્વનું પાલન કરવું જોઈએ. ત્યાં બેલ્જિયમના બ્રસેલ્સની એક કોલેજમાં પ્રો.ગોય બર્ટનના એક ઈન્ટરવ્યુને ચીની ટીવી ચેનલે પ્રસારિત કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનની વિરૂદ્ધ મહત્તમ દબાણ બનાવવાની રણનીતિ સંપર્ણર્પણે નિષ્ફળ રહી છે. તેમણે જણાવ્યું કે પરમાણુ સમજૂતીની સુરક્ષા અંગે ઈરાનના દૃઢ સંકલ્પની આગળ ટ્રમ્પની કોઈ પણ ચાલ કામ આવી નહીં. પ્રોફેસર બર્ટને જણાવ્યું કે દાઈશ સહિત અન્ય આતંકવાદી જૂથોનો સામનો કરવાનું નેતૃત્વ કરનાર ઈરાનના મહાન યોદ્ધા જનરલ કાસિમ સુલેમાનીની હત્યા, ટ્રમ્પના તે હથકંડોમાંથી એક હતી. જેનાથી તે ઈચ્છતા હતા કે ઈરાનને નમાવી લઈશું.પરંતુ ઈરાનના મજબૂત ઉદ્દેશોએ તેમની તમામ ષડયંત્રકારી યોજનાઓ પર પાણી ફેરવી દીધું.
હોંગકોંગની સમાચાર ચેનલ એશિયા ટાઈમ્સે પણ પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે આજે પણ ઈસ્લામી ગણતંત્ર ઈરાન ખૂબ જ સમજદારીની સાથે એક એક પગલું આગળ વધી રહ્યું છે. એશિયા ટાઈમ્સનું કહેવું છે કે ઈરાન જે વાત પર ભાર આપી રહ્યું છે તે જ માર્ગ યોગ્ય પણ છે. અમેરિકાએ પરમાણુ સમજૂતીમાં પરત આવી જવું જોઈએ અને ઈરાન પરથી પ્રતિબંધો હટાવી દેવા જોઈએ. પૂર્વ એશિયાના સંચાર માધયમોનું પણ આ જ માનવું છે કે અમેરિકાની આગામી સરકાર માટે સૌથી તાર્કિક પગલું તાત્કાલિક પરમાણુ સમજૂતીમાં પરત ફરવાનું છે. શાંઘાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના નિષ્ણાંત જીન લિયાંગ જીયાંગનું કહેવું છે કે વર્ષ ર૦૧૮માં ટ્રમ્પ દ્વારા પરમાણુ સમજૂતીમાંથી નીકળવાનો નિર્ણય અમેરિકાની પશ્ચિમી એશિયા અને વિશ્વ અંગે જારી તર્કહીન નીતિઓનો સૌથી મોટો પુરાવો હતો. ટ્રમ્પના આ નિર્ણયથી વિસ્તારમાં તણાવમાં વૃદ્ધિ પણ થઈ છે.
ઈરાનના પ્રતિરોધના કારણે ટ્રમ્પને હાર મળી, ચીની મીડિયાનો દાવો, ટ્રમ્પથી ક્યાં ચૂક થઈ ?

Recent Comments