(એજન્સી) તા.ર૨
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ બુધવારે તેમના અમેરિકી સમકક્ષ ‘દમનકારી’ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાયને આવકારી હતી. જેઓ પછીથી નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન માટે માર્ગ મોકળો કરશે. રૂહાનીએ ટીવી પર એક ટિપ્પણીમાં તેમના મંત્રીમંડળને કહ્યું હતું કે આ અત્યાચારી અને નિરંકુશ શાસકના યુગનો અંત આવ્યો છે અને આજે તેમના અપશુકનિયાળ શાસનનો અંતિમ દિવસ છે. આ તે છે જેના ચાર વર્ષોએ અન્યાય, ભ્રષ્ટાચાર અને તેના પોતાના અને વિશ્વભરના લોકો માટે સમસ્યાઓ ઊભી કરવા સિવાય બીજું કોઈ ફળ ઉગાડ્યું નથી. તેમના રાષ્ટ્રપતિકાળ દરમ્યાન ટ્રમ્પે ઈરાન વિરૂદ્ધ મહત્તમ દબાણના અભિયાનની આગેવાની કરી હતી અને ર૦૧૮માં તેહરાન સાથેના સીમાચિહ્ન પરમાણુ કરારમાંથી વોશિંગ્ટનને પાછો ખેંચી લીધો હતો અને સજા તરીકે ફરીથી પ્રતિબંધો ફટકાર્યા હતા. પ્રતિબંધોએ ઈરાનના મહત્ત્વપૂર્ણ તેલ વેચાણ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સંબંધોને લક્ષ્યાંકિત કરીને, તેના અર્થતંત્રને ઊંડી મંદીમાં ડૂબાડી દીધું હતું. બાઈડેન દ્વારા પસંદ કરાયેલા વિદેશ સચિવ એન્થોની બ્લિંકેને સેનેટ કન્ફર્મેશન હિયરિંગમાં કહ્યું હતું કે ટ્રમ્પની નીતિઓએ ઈરાનને વધુ ખતરનાક બનાવી દીધું હતું. બ્લિંકેને વોશિંગ્ટનને પરમાણુ કરાર પર પાછા ફેરવવાની બાઈડેનની ઈચ્છાની પુષ્ટિ કરી હતી. પરંતુ કહ્યું હતું કે તે ત્યારે જ શકય છે જ્યારે તહેરાન તેની પ્રતિબદ્ધતાઓનું કડક પાલન કરવા પરત ફરે તેવી શરત છે.