(એજન્સી) તા.રર
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ઈરાક અને સીરિયામાં આઈએસઆઈએસના અંતની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ મંગળવારે કહ્યું કે, દાઈશના આતંકીઓ ફક્ત અમુક ક્ષેત્રો સુધી જ મર્યાદિત રહી ગયા છે. તેમણે ટીવી પર લાઈવ ભાષણ આપીને આઈએસ પર વિજયની જાહેરાત કરી છે. ઈરાન સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ- અસદ અને ઈરાકમાં હસદ અલ-સહાબીના ગઠબંધનને ટેકો આપી રહ્યો છે. રૂહાનીએ તેમના ભાષણમાં સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલ-ખામેનાઈ, સશસ્ત્ર દળો અને તમામ ઈસ્લામિક લડાકુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, ઈરાક અને સીરિયામાં વિનાશનો પર્યાય બનેલા આઈએસનો છેવટે અંત આવી ગયો છે. રાષ્ટ્રપતિએ આ ભવ્ય વિજય બદલ ઈરાની સેના રેવોલ્યુશનરી ગાર્ડસ અને તેની વિદેશી શાખા કુદ્‌સ સેનાને પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યુું કે મુખ્ય કામ સીરિયા, ઈરાક અને લેબેનોનની પ્રજા અને ત્યાંની સેના દ્વારા પૂર્ણ કરાશે. રૂહાનીના જણાવ્યાનુસાર ઈરાને પોતાના ધાર્મિક કર્તવ્યોને અનુરૂપ આ દેશોની મદદ કરી છે. જો કે સીરિયા અને ઈરાક સરકારે આઈએસ પર નિર્ણાયક વિજયની જાહેરાત કરી છ. ઈરાનની મીડિયાએ રવિવારે અને સોમવારે કુદ્‌સ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાનીને સીરિયાના સરહદી શહેર અલ્બુ કમાલમાં બતાવ્યો હતો. રિપોર્ટની માનીએ તો સુલેમાની જાતે આતંકીઓ વિરૂદ્ધના સક્રિય અભિયાનનો નેતૃત્વ કરી રહ્યા હતા. રેવોલ્યુશનરી ગાર્ડસ તરફથી જારી નિવેદનમાં સુલેમાનીએ આઈએસ પર વિજય પ્રાપ્ત કર્યા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દુર્દાત સંગઠનના અંતની પણ જાહેરાત કરી હતી. હસન રૂહાનીએ મંગળવારે સંબોધન કરતાં આઈએસઆઈએસના અંતની જાહેરાત કરતાં કહ્યું હતું કે, એક વરિષ્ઠ સૈન્ય કમાન્ડર સીરિયા અને ઈરાકના આતંકી સમૂહને હરાવવા માટે ઈરાન દ્વારા આયોજિત અભિયાનોમાં હજારો શહીદોનો આભાર. તેમણે કહ્યું હતું કે, આજે ખુદાના માર્ગદર્શન અને ક્ષેત્રના લોકોના પ્રતિરોધને કારણે અમે કહી શકીએ છીએ કે, આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનની બદીઓ તો ઓછી થઈ ગઈ છે અથવા લોકોના માથા દ્વારા ઉપાડી લેવાઈ છે. તેમણે કહ્યું હતું કે, ઈસ્લામિક સ્ટેટના મૂળ તથા પાયા નષ્ટ થઈ ગયા છે. જો કે હજુ પણ તેના કેટલાક અવશેષો યથાવત છે. રૂહાનીએ અમેરિકા અને ઈઝરાયેલને નિશાને લેતાં તેમના પર આઈએસ જેવા આતંકી સંગઠનને સહયોગ કરવાનો આરોપ મઢ્યો. સાથે જ તેમણે અરબ દેશોની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.