(એજન્સી) રોઈટર, તા.૨
ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આક્ષેપો મુકતા કે તેઓ ઈરાન પર હુમલો કરવાના બહાનાઓ શોધી રહ્યા છે અને પ્રતિબદ્ધતા જણાવી કે અમે પોતાનું બચાવ કરવામાં સમર્થ છીએ અને કરીશું. તદુપરાંત ઈરાનના વડા નેતાના લશ્કરી સલાહકારે પણ ટ્રમ્પને ચેતવણી આપી જણાવ્યું છે કે તેઓ નવા વર્ષને અમેરિકાનો માટે શોકનું વર્ષ નહિ બનાવે. એમણે કહ્યું કે અમેરિકાના આ ક્ષેત્રના બધા જ લશ્કરી મથકો અમારી મિસાઈલોના દાયરામાં છે એ અમેરિકાએ નહિ ભૂલવું જોઈએ. ઝરીફે ટ્‌વીટ ઉપર લખ્યું હતું કે,” અમેરિકા કોવિડ-૧૯ સામે લડવાના બદલે ટ્રમ્પ અને એમના સાથીઓ અમારા ક્ષેત્રમાં બી-૫૨ બોમ્બર વિમાનો ઉડાવી અને શાસ્ત્રો મોકલી અબજો ડોલર વેડફી રહ્યા છે. ઈરાકના ગુપ્તચર વિભાગે સંકેતો આપ્યા છે કે અમેરિકા યુદ્ધ માટે બહાનું શોધી રહ્યું છે. મીડિયા અહેવાલો મુજબ અમેરિકાના સૈન્યે પોતાના શક્તિ પ્રદર્શનના ભાગે પરમાણું ક્ષમતા ધરાવતા બી-૫૨ વિમાનો મધ્ય પૂર્વમાં ઉડાડ્યા હતા અને સબમરીન પણ અખાત વિસ્ત્તારમાં તૈનાત કરી છે. ઈરાન ગયા વર્ષે જનરલ કાસીમ સુલેમાનીની મૃત્યુ તિથી ઉજવવા તૈયારીઓ કરી રહ્યું છે, સુલેમાનીની હત્યા અમેરિકાએ ઈરાકમાં કરાવી હતી. એના લીધે અમેરિકા ઈરાનને ડરાવવા આવી તૈયારીઓ કરી રહ્યું છે. ઝરીફે લખ્યું કે ઈરાન યુદ્ધ નથી ઈચ્છતો પણ પોતાના લોકોના રક્ષણ અને દેશની સુરક્ષા માટે સીધી અને ખુલ્લી રીતે પ્રતિકાર કરશે.