(એજન્સી) તહેરાન, તા.૮
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે શનિવારે કહ્યું હતું કે, પરમાણુ સંવર્ધન વધારવા માટે હાલમાં પસાર કરાયેલ બિલ ઈરાનના રાષ્ટ્રીય હિતોની વિરૂદ્ધ નથી. ઈરાનના રાષ્ટ્રપતિ હસ્સન રૂહાનીએ મંજૂરી આપતા બિલને રદ્દ કરવાના આ રણનીતિક કૃત્ય સામે વાંધો ઊઠાવ્યો હતો. જે ઈરાનની સંસદ દ્વારા પસાર કરાયું હતું. રૂહાનીએ કહ્યું કે, ૨૦૧૫ના વર્ષમાં ઈરાન અને અન્ય દેશો વચ્ચે કરાયેલ પરમાણુ સોદાનું પુનઃ સ્થાપન દેશના કુટનૈતિક પ્રયાસો સામે નુકસાનકારક થશે. જો કે, એસએનએસસીએ એક નિવેદનમાં કહ્યું, આ પ્રકારના વાંધાઓ દેશની કાયદાકીય સંસ્થાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે. અમેરિકાના નવા ચૂંટાયેલ રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું હતું કે, જો તહેરાન પરમાણુ સમજૂતિની શરતોનું કડકાઈથી પાલન કરશે તો તેઓ પરમાણુ સમજૂતિની પુનઃ સ્થાપના કરશે અને ઈરાન પર મૂકાયેલ પ્રતિબંધો દૂર કરશે. નવા બિલ દ્વારા ઈરાનની એટોમિક સંસ્થા ૨૦ ટકા યુરેનિયમ સંવર્ધન વધારી શકશે અને સ્ટોક પણ વધારી શકશે. જો કે, ૨૦૧૫ની સમજૂતિ મુજબ ઈરાનને ૩.૬૭% યુરેનિયમ વધારવાની પરવાનગી અપાયેલ હતી. ગયા અઠવાડિયે ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખ્રીઝાદેહની હત્યા પછી આ ઘટનાક્રમ બન્યું છે. ઈરાન હત્યા માટે ઈઝરાયેલ ઉપર દોષ મૂકે છે.