પાટણ, તા.૧૬
ઈરાનની અહેલે બચત યુનિ.ના કુલપતિ સહિત ચાર સભ્યોની ટીમ સિદ્ધપુરના સેદ્રાણાની કોલેજ ખાતે આવી હતી અને કોલેજના વિદ્યાર્થીઓ ઈરાનમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી શકે તે માટે ઈરાનની યુનિ. સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ ટીમે એ ગ્રેડ પાટણ યુનિ.ની પણ મુલાકાત લીધી હતી અને કુલપતિ સાથે શુભેચ્છા બેઠક કરી યુનિ. કેમ્પસનું નિરીક્ષણ કર્યું હતું. ઈરાન દેશના કમ શહેરમાં આવેલી અહૈલે બેયત ઈન્ટરનેશનલ યુનિ.ના કુલપતિ ડૉ.અહમદી તેમજ અનહૈદર રજા, ડૉ.હાશ્મી અને ડૉ.ખુરશાદ ઈરાનથી સિદ્ધપુરના સેદ્રાણામાં આવેલી મકતબા જાફરિયા ખાતેની જાફરી કોલેજની મુલાકાતે આવ્યા હતા. કોલેજની મુલાકાત કરીને કોલેજ વિશે સંપૂર્ણ માહિતી મેળવીને જાફરી કોલેજની મુલાકાતે આવ્યા હતા. કોલેજની મુલાકાત કરીને કોલેજ વિશે સંપૂર્ણ માહિતી મેળવીને જાફરી કોલેજના વિદ્યાર્થીઓ ઈરાનમાં માસ્ટર્સ કરી શકે તે માટેના ઈરાન યુનિ. સાથે કોલેજના એમઓયુ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઈરાન યુનિ.ના કુલપતિએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.એ ગ્રેડ યુનિ. હોવાનું જાણવા મળતા તેઓ પાટણ યુનિ.ની પણ મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા અને સમગ્ર યુનિ.ના બાંધકામ સહિત ફર્નિચર અને ગાર્ડનને નીહાળ્યા બાદ કુલપતિએ બીએ પ્રજાપતિ રજિસ્ટ્રાર ડી.એમ. પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી યુનિ. વિશે માહિતી મેળવી હતી અને યુનિ.ની વિઝીટ બુકમાં પોતાનો અભિપ્રાય લખી સહી કરી હતી. ટીમ સાથે જાફરી કોલેજના સંચાલક એ.ડી.મોમીન પ્રિન્સિપાલ સિદ્ધિ અગ્રવાલ સહિતનો સ્ટાફ તેમજ પાટણ યુનિ.નો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.