(એજન્સી) તા.૧ર
ઈરાનની રાજધાની તહેરાન પાસે એક વિસ્તારમાં એક દુકાન પર થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
વિસ્ફોટથી ઓછામાં ઓછી ૩૦ ઈમારતોને નુકસાન થયું છે. નસીમ શહેરના દક્ષિણમાં સ્થિત તોહિદ સ્ટ્રીટ પર એક વિસ્ફોટ બેટરીની દુકાનમાં થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું અને ૧૦ ઘાયલ થયા છે. ૧૦ કાર અને ૩૦ ઈમારતોને ગંભીર નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ઈરાનની રાજધાની પાસે વિસ્ફોટમાં એકનું મોત, ૧૦ ઘાયલ

Recent Comments