(એજન્સી) તા.૧ર
ઈરાનમાં પાછલા ર૪ કલાકમાં ૯ હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે, જ્યારે આ દરમ્યાન ર૩ર લોકોનાં આ વાયરસથી મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા સીમા સાદાત લારીએ શુક્રવારે દેશમાં કોરોનાની ચપેટમાં આવનારાઓની કુલ સંખ્યાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ડાઈગનોસના સ્પષ્ટ માપદંડ મુજબ, દેશમાં પાછલા ર૪ કલાકમાં કોરોનાના ૯ હજાર પ૯૪ નવા કેસ સામે આવ્યા જેમાં ૧૪૦૮ લોકો દાખલ થયા અને બાકી લોકોને ઓપીડી પેશન્ટ તરીકે જરૂરી સેવા આપવામાં આવી. ઈરાનમાં હવે કુલ કેસ ૧૦ લાખ ૯ર હજાર ૬૧૭ થઈ ગયા છે, જ્યારે ૭ લાખ ૮૭ હજાર ૮પ૩ લોકો સ્વસ્થ થઈને ઘર ગયા છે. પાછલા ર૪ કલાકમાં ર૩ર લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. તેથી ઈરાનમાં અત્યાર સુધી કોરોનાથી કુલ પ૧ હજાર ૭ર૮ લોકોનાં મોત થયા છે. વિશ્વમાં અત્યાર સુધી ૭ કરોડ, ૮ લાખ, ૪૮ હજાર ૧૦ર લોકો કોરોનાથી પીડિત થયા છે, જેમાં ૪ કરોડ ૯ર લાખ ૮૯ હજાર ૪૯પ લોકો સ્વસ્થ થયા છે અને ૧પ લાખ ૯૧ હજાર ર૬૬ લોકોનાં મોત થયા છે. અમેરિકા, ભારત, બ્રાઝિલ, રશિયા અને ફ્રાન્સમાં ક્રમશઃ કોરોના વાયરસ સૌથી વધુ છે.