(એજન્સી) તા.૪
તુર્ક રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગને પોતાના ઈરાની સમકક્ષ સાથે ટેલિફોનિક મંત્રણામાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાની ટીકા કરતા જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહી પશ્ચિમી એશિયન વિસ્તારમાં શાંતિ માટે જોખમકારક છે. સમાચાર મુજબ તુર્ક રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગને રાષ્ટ્રપતિ રૂહાનીને ફોન કરી ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાની ટીકા કરી. આ મંત્રાણામાં તુર્ક રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ઈરાની વૈજ્ઞાનિકની હત્યાથી વિસ્તારની શાંતિને નિશાન બનાવવામાં આવી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અપરાધીઓની ક્ષેત્રને અશાંત કરવાનો પ્રયાસ ક્યારે પણ સફળ થશે નહીં. આ મંત્રણા દરમ્યાન બંને પક્ષોના ક્ષેત્રીય અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવામાં મંત્રણાઓની કમજોરી રાખવા પર ભાર આપ્યો.