(એજન્સી) તહેરાન, તા.૩
ઈરાનના સત્તાવાળાઓએ સંયુક્ત તેલ ક્ષેત્રમાં હાઉસિંગ પ્લેટફોર્મ સ્થાપવાની જાહેરાત કરી જે અખાતમાં તેઓ સઉદી આરબ સાથે ભાગીદારીમાં ધરાવે છે.
ઈરાની કોંટિનેંટલ શેલ્ફ કંપનીમાં ફોરઉઝાન તેલ ક્ષેત્ર વિકસાવવા માટેના અધિકારી અબુ અલ-કાસિમ ખાદબક્ષે કહ્યું “આજે સ્થાપિત થયેલ નવા પ્લેટફોર્મનું વજન ૬૮૦ ટન છે, નિષ્ણાતો દ્વારા જરૂરી શરતો અને માળખાગત સુવિધાઓની તૈયારીની પૃષ્ઠભૂમિમાં સ્થાપના પ્રક્રિયા દિવસના પ્રારંભિક કલાકોમાં થઈ હતી.”
અધિકારીના જણાવ્યા અનુસાર, “૧૩ તેલ કૂવાઓ ફોરઉઝાન ક્ષેત્રના વિકાસ માટે ખોદવામાં આવશે, અને તે તેલ ઉત્પાદનમાં સ્થિરતા લાવવા અને ઉત્પાદન વધારવાના તેલ મંત્રાલયના એજન્ડા પરના ૩૩ પ્રોજેક્ટોમાંનો એક છે. ” કાસિમ ખાદબક્ષે જણાવ્યું કે, “ક્ષેત્ર વિકસાવવાનો પ્રથમ તબક્કો લગભગ ત્રણ મહિના પહેલા શરૂ થયો હતો અને વાસ્તવિક ઉત્પાદનને જાળવવા અને સ્થિર કરવાનું લક્ષ્ય રાખે છે અને આમ ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતામાં દરરોજ ૧૨,૦૦૦ બેરલનો વધારો થાય છે. ગયા મહિને, ઈરાની અધિકારીઓએ ફોરઝાન તેલ ક્ષેત્રમાં દરિયાઇ આવાસ પ્લેટફોર્મ સ્થાપિત કરવાની તૈયારીની ઘોષણા કરી હતી, જે દર્શાવે છે કે ૪ માળનું તરતું દરિયાઈ પ્લેટફોર્મ ઈરાની શહેર બુશેરથી અખાતમાં સઉદી અરેબિયા સાથેના સંયુક્ત દરિયાઇ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યું છે. ફોરઉઝાન ક્ષેત્ર સઉદી માર્જન ક્ષેત્ર સાથે વહેંચાયેલું છે અને તે ઈરાની ટાપુ ખાર્ગથી દક્ષિણથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર સ્થિત છે. સંયુક્ત ક્ષેત્રમાં ઈરાનનો હિસ્સો ૧૧ ટકા છે જ્યારે સઉદી અરેબિયા ૮૯ ટકા માલિકી ધરાવે છે. તેલના ક્ષેત્રો એ ગલ્ફ ક્ષેત્રમાં કેટલાક પ્રાચીન તેલ અને ગેસ ક્ષેત્ર છે. ફોરઉઝાનની શોધ ૧૯૬૬માં થઈ હતી અને એક વર્ષ પછી માર્જનની શોધ થઇ હતી. કાશાન યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પ્રકાશિત કરવામાં આવેલા એક સંશોધન પત્રમાં જણાવ્યા મુજબ, ફોરઝાન તેલ ક્ષેત્રમાંથી ઇરાનનું નવીનતમ ઉત્પાદન દરરોજ આશરે ૪૦,૦૦૦ બેરલ છે. જ્યારે સઉદી કંપની અરમાકો જે માર્જનની માલિકી ધરાવે છે તેના ક્ષેત્રના ભાગમાંથી દરરોજ ૪,૦૫,૦૦૦ બેરલ ક્રૂડ તેલ કાઢે છે.