(એજન્સી)                                  તા.૧૬

યુ.એસ.ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે વચન આપ્યું હતું કે જો ઈરાન દ્વારા કોઈપણ હુમલો કરાશે તો તેની પ્રતિક્રિયા ૧૦૦૦ ગણી વધુ તીવ્રતા સાથે મળી આવશે એવા અહેવાલો વચ્ચે કે, ઈસ્લામિક રિપબ્લિક, જાન્યુઆરીમાં હત્યા કરાયેલા ક્રાંતિકારી ગાર્ડ કોર્પ્સના કુદ્‌સ ફોર્સના વડાના બદલામાં યુ.એસ. રાજદ્વારીની હત્યા કરવાનું કાવતરૂં ઘડી રહ્યો છે. રવિવારે યુ.એસ.ની વેબસાઈટ પોલિટિકોએ ગુપ્તચર સ્ત્રોતોને ટાંકતા અહેવાલ આપ્યો છે કે ઈરાન દક્ષિણ આફ્રિકામાં યુ.એસ. રાજદૂત લાના માર્કસની હતયા કરવાની યોજના પર વિચારણા કરી રહ્યું છે. જો કે તહેરાને આક્ષેપોને એક પ્રકારનો પ્રચાર ગણીને નકારી કાઢ્યા હતા અને નવેમ્બરમાં યુ.એસ.ની ચૂંટણી પૂર્વે ઈસ્લામિક રિપબ્લિક વિરૂદ્ધ ગુપ્ત માહિતીના અભિયાનના ભાગરૂપે ગણાવ્યા હતા. ધ હિલ અનુસાર યુએસ ગુપ્તચર સમુદાય જેમાં રાષ્ટ્રીય ગુપ્તચરના વડા અને સીઆઈએ પણ સામેલ છે. તેમણે આક્ષેપો અંગે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. હત્યાના કાવતરા અંગેની માહિતી મહિનાઓથી ગુપ્તચર સમુદાયમાં ફરી રહી હતી. ગયા મહિને ટ્રમ્પે પ્રતિજ્ઞા પણ લીધી હતી કે જો નવેમ્બરમાં તે ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો ઈરાન સાથે ચાર મહિનાની અંદર યોગ્ય વ્યવહાર કરશે. દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે તે કાવતરા વિશે સંપૂર્ણપણે અજાણ છે.