(એજન્સી) તહેરાન,તા.૧૩
ઇરાને અદ્યતન પરમાણુ સંસાધનો પરમાણુ પ્લાન્ટ અને સંવર્ધન સ્થળ પરથી ખસેડી ભૂગર્ભ સુવિધામાં મોકલ્યા. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ જણાવ્યું હતું કે ઈરાનનું આ કૃત્ય એમણે ૫ વર્ષ પહેલા ૬ દેશો સાથે કરાયેલ પરમાણુ સમજૂતીનો નવો ભંગ છે. ગઈકાલે આઈ.એ.ઈ.એ. દ્વારા જારી કરાયેલ રિપોર્ટ મુજબ ઈરાને ૨૧ ઓક્ટોબરે સંસાધનો ઇસ્ફાહન ભૂમિગત સ્થળમાં નાતાન્ઝ પરમાણુ સ્થળથી ખસેડ્યા હતા જે સ્થળ હવાઈ હુમલાઓથી બચવા માટે બનાવાયું છે. જુલાઈ મહિનામાં નાતાન્ઝ સ્થળે બ્લાસ્ટ થયો હતો એ પછી ઈરાને આ પગલું લીધું હતું, ઈરાનને શંકા છે કે આ વિસ્ફોટ પાછળ ઇઝરાયેલનો હાથ છે. આ ઘટના પછી ઈરાને આઈ.એ.ઈ.એ.ને સૂચના આપી હતી કે એ પોતાના સંસાધનો ખસેડશે. રોઈટરે એક ડિપ્લોમેટને ટાંકીને જણાવ્યું હતું કે ઈરાને ત્રણમાંથી એક સંસાધનને સ્થળાંતર કરવાની કામગીરી પૂર્ણ કરી છે અને હવે તેઓ બીજું સ્થાપિત કરશે. એમણે કહ્યું કે જો કે હજુ એ કાર્યાન્વિત નથી થયા.
ઈરાનનું આ પગલાંનું અર્થ છે કે તેઓ યુરેનિયમનું સ્ટોક ૨.૪ ટન સુધી કરવા જઈ રહ્યું છે જે એમના દ્વારા ૨૦૧૫ના વર્ષમાં કરાયેલ સમજુતી મુજબ ૨૦૨.૮ કિલોગ્રામની હતી એના કરતાં ૧૨ ગણી વધુ છે. આ સમજૂતી અમેરિકા, યુ.કે., ફ્રાંસ, જર્મની અને રશિયા સાથે ઈરાને કરી હતી. એમાં ઈરાને યુરેનિયમનો સ્ટોક ઘટાડવા સંમતિ આપી હતી અને બદલામાં પશ્ચિમી દેશો દ્વારા મુકાયેલ પ્રતિબંધો દૂર કરવાના હતા. જો કે ૨૦૧૮ના વર્ષમાં અમેરિકા સમજૂતીમાંથી ખસી ગયું હતું. તેમ છતાંય ઈરાને કહ્યું હતું કે તે કરારની શરતોનું પાલન કરશે પણ ગયા વર્ષે એમણે જાહેરાત કરી કે સમજૂતીના ભંગ બદલ એ સંસાધનો વિકસાવવા યુરેનિયમનો સ્ટોક ધારશે. ઈરાન દ્વારા સમજૂતીની શરતોનો ભંગ કરવા છતાંય આઈ.એ.ઈ.એ.એ આશ્વાસન આપ્યું હતું કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવા માટે પુરતું યુરેનિયમ નથી.
Recent Comments