(એજન્સી) તા.ર૨
ઈરાનની ઈસ્લામી ક્રાંતિના સુરક્ષા દળો, આઈઆરજીસીની નૌસેનાએ એક વિદેશી માલવાહક જહાજને રોકી લીધું છે. જહાજ પર પનામાનો ધ્વજ છે. આઈઆરજીસીએ ફાર્સની ખાડીમાં એક એવા જહાજને પકડ્યું છે જે ત્રણ લાખ ટન ઈંધણ, ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યું હતું. આઈઆરજીસીની નૌસેનાના જનસંપર્ક વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, ફાર્સની ખાડી અને હુર્મુજ સ્ટ્રેટમાં વ્યવસ્થિત દાણચોરીની માહિતી મેળવવા માટે આવતી જતી હોડીઓ અને જહાજો પર નજર રાખવાના ઉદ્દેશથી સેના સતત પેટ્રોલિંગ કરી રહી છે. શુક્રવારે આ વાતના સુનિશ્ચિત થયા પછી કે ફાર્સની ખાડીમાં લાર્ક દ્વીપના દક્ષિણમાં ગેરકાયદેસર રીતે ઈંધણ લઈ જવામાં આવી રહ્યું છે. પનામાનો ધ્વજ લગાવેલ એક દરિયાઈ જહાજને પકડી લેવામાં આવ્યું છે. વિશ્વની દરિયાઈ અર્થવ્યવસ્થામાં ફાર્સની ખાડી અને હુર્મુજ સ્ટ્રેટની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આવામાં આ ક્ષેત્રના સંબંધમાં દેશની સેનાની જવાબદારી ઉલ્લેખનીય થઈ જાય છે.