(એજન્સી) તા.૧૫
ઈરાનનના વિદેશ મંત્રાલયે ગઈકાલે રશિયા અને ચીનના નેજા હેઠળ અખાત રાજ્યો સાથે સંવાદ માટેના બે પ્રસ્તાવોને આવકાર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખતીબઝાદેહે પોતાની સાપ્તાહિક સંક્ષિપ્તમાં પત્રકારોને જણાવ્યું હતું કે ચીન અને રશિયાએ અખાત રાજ્યો સાથે સંવાદ માટે યોજનાઓ પ્રસ્તાવિત કરી છે અને અમે બંને યોજનાઓનું સ્વાગત કરીએ છે અને મોસ્કો અને બેઈજિંગને તેની જાણ કરી છે. જો કે તેમણે રશિયા અને ચીનની યોજનાઓની વિગતો અંગે સ્પષ્ટતા કરી ન હતી. ખતીબ ઝાદેહે ઉમેર્યું કે, બંને દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે વિદેશ મંત્રી મો.જાવેદ ઝરીફે તાજેતરમાં ચાઈનાની મુલાકાત લીધી હતી. ઈરાન અન સઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેના સંબંધો વણસી ગયા છે જેમાં બંને પક્ષો એક બીજા પર આતંકવાદને સમર્થન આપવાનો આક્ષેપ કરી રહ્યા છે.