(એજન્સી) તહેરાન, તા.૨૪
ઈરાને સફળતાપૂર્વક બાવર-૩૭૩ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ લોન્ચ કરી છે જે ખૂબ જ દૂર સુધીના લક્ષ્યને ટાર્ગેટ કરી શકે છે. ઈરાને પ્રથમ વખત કુશળતાથી “ડિફેંડર્સ ઓફ વિલાયત સ્કાય્સ ૯૯” લોન્ચ કરી છે.
ઈરાની સેનાની વેબસાઈટે ગુરૂવારે જણાવ્યું હતું કે, “કવાયતના આ તબક્કાના અમલના સંદર્ભમાં અને પૂર્વનિર્ધારિત લક્ષ્યો સામે વ્યૂહાત્મક અને લાંબા અંતરના વિમાનો દ્વારા કરવામાં આવેલા હુમલાઓનો સામનો કરવા બાવર-૩૭૩ મિસાઈલ સિસ્ટમ ખૂબ જ નીચા રડાર ક્રોસ સેક્શન સાથે લક્ષ્ય શોધી કાઢી અને તેને સફળતાપૂર્વક નષ્ટ કરવા માટે સક્ષમ છે.” બ્રિગેડિયર જનરલ અબ્બાસ ફરજપોર, એર ડિફેન્સના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સફળતાથી અમે વિશ્વના સમૃદ્ધ દેશોમાં સામેલ થઈ ગયા છીએ. જેમની પાસે એર ડિફેન્સ સિસ્ટમ ઉપલબ્ધ છે. એમણે ઉમેર્યું કે, જો કે અમે અહીં જ અટકવાના નથી અને અમારા ડિફેન્સ સિસ્ટમને વધુ આધુનિક બનાવવાના પ્રયાસો ચાલુ રાખીશું. આ પહેલી વખત છે જ્યારે ઈરાને દેશમાં નિર્માણ થયેલ બાવર-૩૭૩ ડિફેન્સ સિસ્ટમ લોન્ચ કરી છે જેની જાહેરાત ગયા વર્ષે કરાઈ હતી. આ ડિફેન્સ સિસ્ટમ રક્ષા ઉદ્યોગના નિષ્ણાંતો અને સૈન્યના ડિફેન્સ ફોર્સે સાથે મળીને બનાવી છે.