(એજન્સી) તા.૧૧
ઈસ્લામી ગણતંત્ર ઈરાન અફઘાનિસ્તાનની વચ્ચે રેલવે લાઈનની આજે શરૂઆત થઈ આ રેલવે લાઈન ઈરાનના ખવાફ વિસ્તારથી અફઘાનિસ્તાનના હેરાત વિસ્તાર સુધી પાથરવામાં આવી છે. બંને દેશોના રાષ્ટ્રપતિઓએ વીડિયો કોન્ફેંસિંગ દ્વારા ખવાફ-હેરાત રેલવે લાઈનના ઉદઘાટન સમારોહમાં ભાગ લીધો. આ અવસર પર ઈરાની રાષ્ટ્રપતિ ડોકટર હસન રૂહાનીએ જણાવ્યું કે ઈરાન અને અફઘાનિસ્તાન એક સંસ્કૃતિ ઈતિહાસ અને ક્ષેત્રમાં રહેતા ઈતિહાસમાં સારા પાડોશી અને એક બીજાના સહાયક રહ્યા છે. આજે બંને મોટા રાષ્ટ્રોના સંબંધોના ઈતિહાસમાં સારા પાડોશી અને એક બીજાના સહાયક રહ્યા છે આજે બંને મોટા રાષ્ટ્રોના સંબંધોના ઈતિહાસમાં ઐતિહાસિક દિવસ છે. આ અવસર પર અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ જણાવ્યું કે ખવાફ-હેરાત યોજનાને અંજામને પહોંચવા બંને દેશોની ભવિષ્યમાં આર્થિક ખુશહાલી સુધી પહોંચવા માટે સતત પ્રયાસનું પરિણામ છે. ઉલ્લેખનીય છે કે ખવાફ-હેરાત રેલવે લાઈન યોજનાના ૪ ટુકડા છે. પ્રથમ અને બીજો ટુકડો ૬૭ કિલોમીટર ખવાફથી શમ્તીંગ સીમાથી રૂજનક સ્ટેશન સુધી ૭ર કિલોમીટર લાંબો છે જયારે ચોથો ટુકડો રૂજનકથી હેરાત શહેર સુધી ૭૬ કિલોમીટર લાંબો છે.