(એજન્સી) તા.ર૨
પશ્ચિમી એશિયામાં આતંકી અમેરિકન સૈનિક કમાન્ડ સેંટકામના પ્રમુખ જનરલ ફાંક મેકન્જીએ જણાવ્યું કે ઈરાન અમેરિકન સૈનિકોને ઈરાકમાંથી હાંકી કાઢવા ઈચ્છે છે. જનરલ મેકન્જીએ દાવો કર્યો કે ઈરાકી સરકાર તો ઈચ્છે છે કે અમારા સૈનિકોથી સાથે સહયોગ કરે પરંતુ ઈરાન અમને ઈરાકમાંથી હાંકી કાઢવા ઈચ્છે છે. ઈરાન સેંટકામને આતંકી સંગઠન જાહેર કરી ચૂક્યું છે. અમેરિકન આતંકી સૈનિક કમાન્ડર જનરલ મેકન્જીએ જણાવ્યું કે ઈરાનનું કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ લક્ષ્ય ઈરાકમાંથી અમેરિકન સૈનિકોને બહાર કાઢવાનું છે. તેમણે જણાવ્યું કે અમે વિસ્તારમાં પોતાની સૈનિક હાજરીથી આ સ્પષ્ટ સંદેશ આપવા ઈચ્છે છે કે અમે પોતાના ઘટકોની સુરક્ષાનો ઉદ્દેશ ધરાવે છે. આ પહેલા મેકન્જીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે તણાવ વધારવા ઈચ્છતું નથી. તેમણે આ પણ જણાવ્યું છે કે અમે ઈરાન પર મહત્તમ દબાણની નીતિ પર કામ કરી રહ્યા છીએ. પરંતુ આ પૂર્ણતઃ આર્થિક મેદાનની નીતિઓ છે તેમાં સામરિક પાસા સામેલ છે.
Recent Comments