(એજન્સી) તા.ર૩
ઈરાની વિદેશમંત્રી, મોહમ્મદ જવાદ જરીફે બુધવારે કતારના વિદેશમંત્રી મહોમ્મદ બિન અબ્દુલરહમાન અલથાનીનું ખાડી સહયોગ પરિષદ દેશો અને તેહરાનની વચ્ચે વ્યાપક મંત્રણા માટે આમંત્રણનું સ્વાગત કર્યું. જરીફે ટિ્‌વટર પર લખ્યું ઈરાન મારા ક્ષેત્રમાં સમાવેશી વાતચીત માટે મારા ભાઈ અલથાનીનું સ્વાગત કરે છે. અમારા પડકારોનું સમાધાન સંયુક્ત રીતે એક મજબૂત ક્ષેત્ર તરીકે છે. જે શાંતિપૂર્ણ્‌ સ્થિર અને સમૃદ્ધ હોય. આ પહેલા મંગળવારે કતારી વિદેશમંત્રીએ બ્લુમબર્ગની સાથે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમના દેશને આશા છે કે જીસીબી દેશો અને ઈરાન વાતચીતમાં સામેલ થશે. કતારના ટોચના રાજદ્વારીએ દોહાની મધ્યસ્થાની રજૂઆત કરતા જણાવ્યું કે અમે આશા રાખીએ છીએ કે શિખર સંમેલન થશે અને અમને આ પણ વિશ્વાસ છે કે આવું થવું જોઈએ અને મને લાગે છે કે આ પણ એક ઈચ્છા છે જે અન્ય જીસીસી દેશોની વચ્ચે શેર કરવામાં આવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં અલ-ઉલ્લાના સઉદી શહેરમાં આયોજિત જીસીસી શિખર સંમેલનમાં તેમના પાડોશી સઉદી અરબ, યુએઈ, બહેરીનની સાથે ઈજિપ્તની સાથે સામંજસ્ય સ્થાપિત કર્યા પછી કતારી મંત્રીનું આમંત્રણ આવ્યું હતું. અલ-થાનીએ આ પણ જણાવ્યું છે કે તેમનો દેશ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઈરાનની વચ્ચે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. જો કે સંબંધિત પક્ષોએ આવો આગ્રહ કર્યો છે.