(એજન્સી) તા.૧
ઊર્જા મંત્રીએ કાલે યુરોપ પાસેથી કોરોના રસી ખરીદવા માટે ઈરાને કુદરતી ગેસની નિકાસના પૈસાનો ઉપયોગ કર્યો. સમાચાર મુજબ તહેરાને જણાવ્યું કે, “ઈરાકમાં વર્ષોથી લાગુ અમેરિકન પ્રતિબંધોના કારણે ઈરાનમાં રાખવામાં આવેલા ઈરાની નાણાને પરત લેવા પર ઈરાકી અધિકારીઓ સાથે એક સમજૂતી કરી હતી. અર્દકાનિયનની ટિપ્પણી મંગળવારે તેમની ઈરાકી રાજધાની બગદાદના પ્રવાસ પછી આવી હતી, જે દરમ્યાન તેમણે વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમી અને તેમના કેન્દ્રીય બેંકના ગવર્નર મુસ્તુફા ગાલિબ સાથે મુલાકાત કરી. ઈરાની અધિકારીએ જણાવ્યું કે, “અમે ઈરાકી અધિકારીઓની સાથે યુરોપીય ચિકિત્સા કંપની પાસેથી કોરોના વેક્સિન ખરીદવા માટે ગેસ વેચાણ નીધિનો ઉપયોગ કરવા માટે સંમત થયા. રાજ્યની માલિકી વાળી રાષ્ટ્રીય ઈરાની ગેસ કંપની મુજબ બગદાદમાં હાલમાં ગેસ સપ્લાય માટે ઈરાન પર પાંચ ટ્રિલિયન ડોલર અને વધારાના ૧ બિલિયન ડોલરનો દંડ છે. ઈરાકે હાલમાં જ તહેરાનને પોતાના ઋણના કુલ ૭૦૦ મિલિયન ડોલર ચૂકવવાની સૂચના આપી હતી.