(એજન્સી) તા.૭
એક વરિષ્ઠ વ્હિસલ બ્લૉઅર ડેનિલ એલ્સબર્ગે કહ્યું હતું કે : મને એવી શંકા છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરૂદ્ધ સૈન્ય અભિયાન છંછેડવાનું ગુપ્ત કાવતરૂં ઘડી રહ્યા છે. તેમણે સરકારી અધિકારીઓને અપીલ કરી હતી કે તેઓ સરકારી દસ્તાવેજોને ઉઘાડા પાડે કે જેથી કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું ભાંડુ ફૂટી જાય.
એલ્સબર્ગે આ ટિપ્પણી એવા સમયે કરી હતી જ્યારે બ્રિટિશ કોર્ટે અમેરિકાને જુલિયન અસાન્જેને સોંપવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે આ નિર્ણય મેડિકલ આધારે લેવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાન વિરૂદ્ધ યુદ્ધ છંછેડવા માગતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક કાવતરાં ઘડી રહ્યા હતા.
વિકિલિક્સના સંસ્થાપક અસાન્જે સામેની કાર્યવાહી તથા અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા યુદ્ધ છંછેડવાના કાવતરાંઓમાં અનેક પ્રકારની સમાનતાઓ જોવા મળી રહી છે. ૨૦૦૬થી વ્હિસલ બ્લૉઈંગ વેબસાઇટ પર અનેક મોટી માહિતીઓનો ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યો છે. તેમાં એકવાર ગ્વાન્ટાનામો બે : અમેરિકી એરક્રાફ્ટ સંબંધિત પુરાવા પણ હતા જેના દ્વારા ડિસેમ્બર ૨૦૦૯માં દક્ષિણ યમનમાં બોમ્બમારો કરાયો હતો અને ૧૪ મહિલા તથા ૨૧ બાળકો મૃત્યુ પામ્યા હતા. ૨૦૦૭માં અમેરિકી આર્મીના હેલિકોપ્ટરે બે રૂટરના પત્રકારોના જીવ લઈ લીધા હતા. આ ઘટના બગદાદમાં બની હતી.