(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
શહેરના યોગીચોક વિસ્તારમાં હેપ્પીહોમ કોમ્પ્લેક્ષમાં આવેલા પ્રયોશા ઈલેકટ્રોનિકસ એન્ડ ઈલેકટ્રીક દુકાનમાંથી માલીકના અંગત પરિચિતે કારખાનાના ડમી ગ્રાહકો ઉભા કરી પોતાની જવાબદારી પર ૧૧૫ મોબાઈલ ફોન અપાવ્યા બાદ તેના કુલ રૂપિયા ૨૬.૬૩ લાખ નહી ચુકવી દુકાન માલીક સાથે ઠગાઈ કરી હતી.
સરથાણા પોલીસના જણાવ્યા મુજબ પુણાગામ કારગીલ ચોક બાલમુકુંદ સોસાયટીમાં રહેતા નટુભાઈ આતુભાઈ હડિયા (ઉ.વ.૩૯) યોગીચોકમાં હેપીહોમ કોમ્પ્લેક્ષમાં પ્રયોશા ઈલેકટ્રોનિક્સ એન્ડ ઈલેકટ્રીકની દુકાન ધરાવે છે. નટુભાઈએ ગઈકાલે પોલીસમાં તેના મિત્ર ઘનશ્યામ ધીરૂ ઠુમ્મર, જીજ્ઞેશ રમેશ અંટાળા, પ્રમોદ વલ્લભ અળધણ, સંજય ગોવિંદ પટેલ, ઉમેશ ધીરૂ ઠુંમ્મર અને સુરેશ ધીરૂ ડોબરીયા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં નટુભાઈએ જણાવ્યું હતું કે, આરોપી ઘનશ્યામ પોતે કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું કહી તેની સાથે આવેલા અન્ય આરોપીઓની ઓળખ તેના કારખાનામાં કારીગરો તરીકે આપી હતી. અને તેના મારફતે અલગ અલગ કંપનીના ૧૧૫ જેટલા મોબાઈલ ખરીદ્યા હતા. જેમાં અમુક રૂપિયા આપ્યા બાદ બાકી નિકળતા રૂપિયા ૨૦,૬૩,૦૩૮ બાકી રાખી ચુકવ્યા ન હતા. ઘનશ્યામ ઠુમ્મરે તેની સાથે આરોપી કારખાના ખોટા કારીગરો હોવાનુ કહી ટોળકીએ છેતરપિંડીથી મોબાઈલ મેળવ્યા બાદ મોબાઈલ લોકોને સસ્તા ભાવે વેચી રોકડી કરતા હતા અને જે પૈસા એકબીજા વચ્ચે વહેંચી દેતા હતા. નટુભાઈ દ્વારા ટોળકી પાસે મોબાઈલના બાકી નિકળતા રૂપિયા ૨૦,૬૩,૦૩૮ની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંય નહીં આપી છેતરપિંડી કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઈલે. દુકાનના માલિક પાસેથી ૧૧પ મોબાઈલ ખરીદી ર૬.૬૩ લાખની ઠગાઈ આચરાઈ

Recent Comments