અમદાવાદ, તા.૨૬
ઈશરત જહાં અને સોહરાબુદ્દીન કેસોમાં ડિસ્ચાર્જ થયેલ વિવાદાસ્પદ અધિકારી ડીજી વણઝારાને ગુજરાત સરકારે નિવૃત્તિ બાદ પ્રમોશન આપ્યું છે. નિવૃત્તિના છ વર્ષ જેટલા સમયગાળા બાદ આ પ્રમોશન અપાયુું છે. નકલી એકાઉન્ટર કેસમાં જેલમાં ગયા હોવાથી વણઝારાને રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા હતા. પોલીસ ડિપાર્ટમેન્ટ માં અગાઉ ખુબજ ચર્ચા માં રહેલા અને એન્કાઉન્ટર કેસ માં ગાજેલા નિવૃત્ત આઈપીએસ ડી.જી. વણઝારાને ગુજરાત સરકારે પાછલી અસરથી ૈંય્ પદે પ્રમોશન આપ્યું છે. મે ૨૦૧૪માં નિવૃત્ત થયેલા વણઝારાને સપ્ટેમ્બર ૨૦૦૭ની તારીખથી ભરતી પામેલા ગણાશે. નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં ગયા હોવાથી રાજ્ય સરકારે વણઝારાને સસ્પેન્ડ કર્યા હતા. વણઝારાને આ પ્રમોશન સાથે પગાર વધારાનો પણ લાભ મળશે. આમ તેઓ ને ફરી એક વખત પોલીસ ખાતા માં ફરજ બજાવવા ની તક મળી છે. ગુજરાત ગૃહ વિભાગના એડિશનલ ઓફ ચીફ સેક્રેટરી સંગીતા સિંઘના નામે જારી કરાયેલા હુકમ અનુસાર ૧૯૮૭ બેચના આઈપીએસ (નિવૃત્ત) ડીજી વણઝારાને તા.ર૯/૯/ર૦૦૭ની અસરથી આઈજીપીના ગ્રેડમાં ડિમ્ડ ડેટથી પગાર, પેન્શન સહિતના લાભ આપવામાં આવશે. નિવૃત્ત અધિકારીને લાભ મળ્યાની પ્રથમ ઘટના છે. નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં ગયા હોવાથી રાજ્ય સરકારે વણઝારાને સસ્પેન્ડ કર્યા હતા.