મુસ્લિમ એકતા મંચના ઈમ્તિયાઝ પઠાણનું નિવેદન
મુસ્લિમ યુવતીની ત્રણ વખત રઝા હોય તો જ તેના લગ્ન થતાં હોય તોે પછી અન્ય ધર્મની યુવતી સાથે તેની રઝામંદી વિના લગ્ન કઈ રીતે થઈ શકે ?
(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૧૮
આમ જનતા વચ્ચે અવારફ-નવાર સંભળાતા શબ્દોની સમાજીકરણ પર અસરકારક ભૂમિકા હોય છે. અવાર-નવાર નેતાઓના નિવેદનોમાં અખબારોમાં વાચવા અને સાંભળવા મળતો શબ્દ લવ જેહાદને ઈસ્લામ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. આ માત્ર સભ્ય સમાજને ગુમરાહ કરવા ઉપજાવી કાઢેલી આભાષી માન્યતા છે. તેવો દાવો ગુજરાતમાં મુસ્લિમ એક્તા મંચના નેજા હેઠળ મુસ્લિમ સમાજને સંગઠીત કરવાનું એલાન કરી ચુકેલા ઈમ્તિયાઝ પઠાણ દ્વારા કરવામાં આવ્યો છે. ઈમ્તિયાઝ પઠાણ દ્વારા જાહેર કરાયેલ એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, અમુક લોકો લવ જેહાદ જેવા શબ્દોનો ઉપયોગ કરી સમાજને ગેર માર્ગે દોરી રહ્યા છે. મુસ્લિમ ધર્મમાં લગ્ન વિધિમાં સર્વે પ્રથમ જે તે કન્યા (દુલહન)ની રજા કે તે જેમની સાથે તેના લગ્ન થઈ રહ્યા છે. તેમની સાથે લગ્ન (નિકાહ) કરવા રાજી છે કે કેમ ? અને તે પણ સમાજના બે પીઢ વ્યક્તિ જેને આ વિધિમાં ગવાહ કહેવામાં આવે છે. તેની રૂબરૂમાં કન્યા (દુલહન)ની ત્રણવાર રજા મેળવી અને જો કન્યા (દુલહન) હા પાડે તો જ નિકાહની વિધિ આગળ વધે છે અને યુવકની (દુલ્હા)ની રજા પછી લેવાય છે. જયારે જન્મથી જ મુસ્લિમ ધર્મ પાળનાર મહિલાની ત્રણ વાર રજા લીધા સિવાય નિકાહ શકય નથી તો અન્ય ધર્મની યુવતી સાથે કઈ રીતે નિકાહ થઈ શકે ? ઈસ્લામ ધર્મમાં સખતીથી કહેવાયું છે કે, કોઈ પ્રકારની જોર જબરજસ્તીની સાફ મનાઈ છે. અમુક તત્વો દ્વારા એવો પણ દાવો કરાય છે કે, હિન્દુ યુવતીઓની સાથે પ્રેમ કરવા માટે મુસ્લિમ યુવકોને આર્થિક મદદ કરવામાં આવે છે તે પણ સંપુર્ણ રીતે ખોટી વાત છે. હાલમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા રાજયના મુખ્ય મંત્રીને સંબોધી ગુજરાતમાં પણ લવ જેહાદનો કડક કાયદો બનાવવા લેખિત માંગ કરાય છે. આજના દોરમાં પોતાના છેડેથી છેડા ભેગા કરવામાં મથતો મુસ્લિમ યુવક કોઈ આ પ્રકારની પળોજણમાં પડે તે શકય નથી અભ્યાસ જેવી જરૂરી બાબતમાં આર્થિક મદદ મેળવવા મુસ્લિમ સમાજના જરૂરતમદ યુવકોને અનેક સંસ્થાઓના સંપર્ક કરવા તળિયા ધસવા પડે છે, તેમ છતાં કોઈ સખી દાતાઓથી માંડ અતી જરૂરી બાબતમા આર્થિક મદદ મળતી હોય છેર. તેવામાં આ પ્રકાર બાબતોમાં આર્થિક મદદ મળતી હોય તે એકદમ હાસ્યાસપદ વાત છે. અને મુસ્લિમ સમાજમાં દિકરીઓની કોઈ અછત નથી તે જગ જાહેર વાત છે. ખાસ તો ઈસ્લામમાં માનવતા અને ભાઈચારા પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે. તેવામાં પોતાને સાચા અર્થમાં મુસ્લિમ માનતા એક સાચા મુસલમાન કયારેય પણ અન્ય ધર્મનું બુરૂ વિચારી શકે નહીં માત્ર રાષ્ટ્રવાદની સુફિયાણી વાતો કરનાર મુઠ્ઠીભર લોકોના કારણે હિન્દુ-મુસ્લિમ એક્તા પર સવાલ ઉઠવા પામ્યા છે અને લવ જેહાદ જેવા રાજકીય બિનરાજકીય અભિયાનથી સમાજમાં અરાજકતા ફેલાઇ અને કોમી એકતાને નુકસાન પહોચી રહ્યું છે. જ્યારે દેશનો કાયદો પણ બે પુખ્ત વ્યક્તિઓ ભલે તે અલગ-અલગ ધર્મના હોય તેને સાથે રહેવાની છૂટ આપે છે. તેવામાં કોઈ એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરી નિવેદનો આપવાએ વાજબી નથી. આ તકે હિન્દુ-મુસ્લિમ બન્ને કોમોના જવાબદાર આગેવાનોએ સામે આવી આ પ્રકારની કોઈપણ પાયા વિહોણી વાતોને વખોડી કાઢી અને આવા કોઈપણ અભિયાનને સમર્થન આપવું જોઈએ નહીં.
Recent Comments