(એજન્સી) ઈસ્તંબુલ, તા.ર૪
પ૭ મુસ્લિમ દેશોને સંગઠિત કરીને તુર્કીએ ઈસ્લામનું ભવ્ય લશ્કર બનાવવાનું નક્કી કર્યું છે. તુર્કીના એક અખબારે પ મિલિયનવાળા મજબૂત લશ્કર અંગેનો અહેવાલ પ્રકશિત કર્યો છે જેનું નામ ‘આર્મી ઓફ ઈસ્લામ’ રાખવામાં આવશે. ઈસ્લામિક કો-ઓપરેશનની પ૭ સભ્યોવાળી સંસ્થાને આવા લશ્કરનું નિર્માણ કરવાનું પૂછવામાં આવ્યું કે જેનાથી ઈઝરાયેલને ઘેરામાં લઈ તેના પર હુમલો કરી શકે. અહેવાલ અનુસાર આઈ.ઓ.સી.ના સભ્ય દેશોના લોકોની વસ્તી ૧૬૭,૪પ,ર૬,૯૩૧ જેટલી છે જ્યારે તે જ દેશોના સક્રિય લશ્કર પર લાખથી વધુ છે અને આ લશ્કરોના સંરક્ષણ બજેટ ૧૭૪ બિલિયન ૭૦ કરોડ ડોલર જેટલા છે. તેની વિરૂદ્ધમાં ઈઝરાયેલી કુલ વસ્તી ૮૦,૪૯,૩૧૪ છે અને તેનું સક્રિય લશ્કર ૧,૬૦,૦૦૦ જેટલું છે જ્યારે તેનું સંરક્ષણ બજેટ ૧પ બિલિયન ૬૦ કરોડ ડોલર જેટલું છે. આંકડાકીય માહિતીને જોતાં જો આઈ.ઓ.સી.ના સભ્ય દેશો ‘ઈસ્લામિક લશ્કર’ બનાવવા માટે તૈયાર થાય તો તે કબજે કરાયેલા જેરૂસલેમ પર અધિકાર જમાવતા ઈઝરાયેલના લશ્કર કરતા પણ વધુ શક્તિશાળી લશ્કર ઊભું કરવામાં સફળ થશે.