(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૯
આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાના ઉંટખરી ગામના ૧૯ વર્ષની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી બદનામ કરવાની ધમકીઓ આપી બળજબરી પુર્વક અપહરણ કરી મહારાષ્ટ્રા રાજયના કોઈ શહેરના ગેસ્ટ હાઉસમા લઈ જઈ ૧પ દિવસ સુધી ગેસ્ટ હાઉસના રૂમમાં ગોંધી રાખી તેણી પર જાખલા ગામના યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ ઉમરેઠ પોલીસ મથકે નોધાઈ છે.
મળતી વીગતો અનુસાર ઉમરેઠ શહેરમા પંચવટી વીસ્તારમા ખુશ્બુ સાડી સેન્ટરના નામે સાડીનું વેચાણ કરતો વીજયભાઈ અર્જુનભાઈ ભોઈ રહે. જાખલા અવાર નવાર પૈસાની ઉઘરાણી માટે ઉટખરી ગામે જતો હતો ત્યારે ઉટખરી ગામના ૧૯ વર્ષીય યુવતી તેના પરીચયમા આવતા વીજયભાઈએ યુવતીને અવાર નવાર ફોન કરી લગ્નની લાલચ આપતો હતો અને ગત તા.ર૭-૩-ર૦૧૮ની રાત્રીના ૧ર વાગ્યે વીજય ભોઈ કાર લઈને ઉંટખરી ગામે આવ્યો હતો. અને યુવતીને ફોન કરી લગ્નની લાલચ આપી બદનામ કરી દેવાની ધાકધમકીઓ આપી ઘરની બહાર આવવા જણાવતા યુવતી ઘરની બહાર નીકળતા વીજયભાઈ તેણીને બળજબરી પુર્વક ઢસડીને કારમાં બેસાડી દીધી હતી અને તેણીના મોંઢા પર હાથ મુકી મોંઢુ બંધ કરી દીધુ હતું અને યુવતીનુ અપહરણ કરી ભરુચ રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો અને જયાંથી કોઈ ટ્રેનમાં બેસાડી મહારાષ્ટ્ર રાજયના કોઈ શહેરના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ રૂમમાં ગોંધી રાખી હતી અને ૧પ દિવસ સુધી તેણી પર પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ યુવતી ના પાડે તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો હતો. તેમજ વીજયભાઈ ભોઈની ઉંમર નાની હોય મેરેજ રજીસ્ટર થઈ શકે તેમ ન હોવાથી તે ડાકોર ખાતે એક વકીલને ત્યાં લઈ ગયો હતો અને ર૦ રૂા.ના સ્ટેમ્પ પેપર પર લખાયેલા મૈત્રી કરાર પર યુવતીની સહી કરાવી નોટરી કરાર કર્યો હતો. ત્યારબાદ યુવતી ગમે તે રીતે વીજયની ચુંગાલમાંથી છટકીને પોતાના ઘરે આવી હતી અને પોતાના પરીવારજનોને હકીકત જણાવતા તેઓેએ આ બનાવ અંગે ભાલેજ પોલીસ મથકે લેખીત ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.