(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
ઉકાઈના ઉપરવાસમાં આવેલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તાપી નદીના કેચમેન્ટ એરિયામાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસાદે વિરામ લીધો છે. ઉકાઈ ડેમમાં આવક ઘટના માત્ર વિજળી ઉત્પાદન માટે પાણી છોડાઈ છે. ઉકાઈની સપાટી ૩૩૮.૧૫ ફૂટ નાેંધાઈ છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ર૪ કલાક દરમિયાન ઉકાઈના ઉપરવાસમાં ત્રણેક ગેજસ્ટેશન સિવાય અન્ય વિસ્તારમાં નહીંવત્‌ વરસાદ થયો છે. ટેસ્કામાં ૧૦ મીમી, ચીકલધરામાં ૧૦ મીમી, દેડતલાઈમાં ૩૦ મીમી, દહીગામમાં ૧ મીમી, ધૂલિયામાં ૩ મીમી, ગીધોડમાં ૪ મીમી, સાગબારામાં રપ મીમી, ખેતિયામાં ૪ મીમી, નંદુરબારમાં પ મીમી મળી કુલ ર૧ ગેજસ્ટેશનમાં ૯૪.૪૦ મીમી સરેરાશ ૪.૫૦ મીમી વરસાદ નોંધાયો છે. વરસાદનું જોેર ઘટતા ડેમમાં પાણીની આવક પણ ઘટી છે. હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૩ મીટર સામે આજે સવારે ૨૧૧.૧૧૦ મીટરની સપાટી નોંધાઈ છે. ગતરોજ હથનુર ડેમમાંથી તાપી નદીમાં ૬૧ હજાર ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ થતો હતો. તેમાં ઘટાડો કરીને આજે માત્ર ૩૫,૩૩૨ ક્યુસેક પાણી છોડવામાં આવી છે.
ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે ડેમનું રૂલ ૩૩૫ ફૂટ છે. ઉકાઈ ડેમમાં ૮૬,૫૩૬ ક્યુસેક પાણીની આવક સામે માત્ર વિજળી ઉત્પાદન માટે ૨૩,૦૬૮ ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. પાછોતરો વરસાદ ન થાય તો પણ ઉકાઈમાં પર્યાપ્ત માત્રમાં પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે.