(એજન્સી) પિથોરાગઢ, તા. ૨૨
ચીન સાથે સરહદ વિવાદની વચ્ચે ભારતીય સૈન્યની સજ્જતાને આંચકો લાગ્યો છે. ઉત્તરાખંડના પિથોરાગ સ્ેહના મુનસિયારીમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતો બેઈલી બ્રિજ તૂટી ગયો છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મુનસિયારી-મિલામ રોડ ઉપર ભારે મશીન ચલાવવામાં આવી રહ્યું હતું.
ધાપા નજીક સેનર ડ્રેઇન ઉપરનો પુલ ઓવરલોડ થયા બાદ ગટરમાં પડ્‌યો હતો. આ દુર્ઘટનામાં પુલ સંપૂર્ણ રીતે નુકસાન થયું છે આ દુર્ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દિવસોમાં ચીન સરહદને જોડતા મિલામ રોડ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેના માટે બોર્ડર પર ભારે મશીનરી વહન કરવામાં આવી રહ્યું છે. આ પુલ આઇટીબીપી અને સૈન્યના જવાનોને ચીન બોર્ડર પર જવામાં મુશ્કેલી ઉભી કરશે. વળી, ચીનને જોડતા રસ્તો કાપવાની કામગીરીને પણ અસર થશે. આ પુલ પિથોરાગઢના મુનસિયારીમાં ધપા પાસે સેનર ડ્રેઇન પર બનાવવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દિવસોમાં ચીન સરહદને જોડતા મિલામ રોડ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેના માટે બોર્ડર પર ભારે મશીનરી વહન કરવામાં આવી રહી છે. આ અકસ્માત સોમવારે સવારે ૯ઃ૩૦ થી ૧૦ દરમિયાન થયો હતો. બંને ઇજાગ્રસ્તોની મુનસારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે.