(એજન્સી) તા.૨૩
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં સ્વાસ્થ્ય૨ સુવિધાઓની અછત મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની નિષ્ફળતાઓને સંતાડવામાં વધુ રસ ધરાવે છે.
પ્રિયંકા ગાંધીએ તેમના ટિ્‌વટર હેન્ડલ પર એક વીડિયો પણ અપલોડ કર્યો હતો જેમાં લોકો પાણી ભરેલી હોસ્પિટલમાં કામ કરતા નજરે પડે છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે, જ્યારે કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે સ્વાસ્થ્ય સુવિધાઓ ઝડપથી સુધારવી જોઈતી હતી.
પરંતુ મહોબાની મહિલા હોસ્પિટલમાં આ સ્થિતિ છે. ત્યારે લખનૌ અને બરેલીની હોસ્પિટલોમાં ફેલાયેલી અંધાધૂંધી પર જોવી જોઈએ. સારી સ્વાસ્થ્ય સુવિધાઓની બડાશ હાંકી રહેલા મુખ્યમંત્રી આ સ્થિતિને સુધારવાને બદલે તેને સંતાડવામાં વધુ રસ ધરાવે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે પરંતુ હોસ્પિટલોમાં સ્થિતિ ચિંતાજનક છે. ત્રણ મહિના પહેલા સરકાર સમક્ષ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ આ આજે વાસ્તવિકતા છે.