(એજન્સી) સંભલ,તા.રર
ઉત્તરપ્રદેશમાં માધ્યમિક શિક્ષણના રાજયમંત્રી ગુલાબ દેવીએ શુક્રવારે કહ્યું હતું કે તેમનું કોવિડ-૧૯ પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું અને તેઓએ પોતાને ઘરમાં સંસર્ગ નિષેધ કરી લીધા છે. ભાજપના ચંદૌસીના ધારાસભ્યએ કહ્યું કે, હું તમારૂં ધ્યાન દોરવા માગુ છું કે મને છેલ્લા બે દિવસથી ખાંસી ઉધરસ થઈ હતી અને મેં મારૂં પરિક્ષણ લખનઉમાં કરાવ્યું હતું અને હું કોરોનાથી સંક્રમિત જણાઈ હતી. હું તે તમામ લોકો જે મારા સંપર્કમાં આવ્યા છે તેમને અપીલ કરૂ છું કે તેઓ પોતાનું પરીક્ષણ કરાવી લે. હું હવે સારી છું અને ટૂંક સમયમાં તમારી સેવામાં હાજર થઈશ. ગુરૂવાર સુધીમાં ઉ.પ્ર.માં કોવિડ-૧૯ સંક્રમિતોની સંખ્યા પ,૯૭,૮ર૩ અને મૃત્યુઆંક ૮,પ૯૭ પર પહોંચી ગઈ હતી.