ભરૂચ, તા.૧પ
બહુજન ક્રાન્તિ મોર્ચા ભરૂચ યુનીટ તરફથી ઉત્તરપ્રદેશના હાથરસમા અનુસૂચિત જાતિની દિકરી પર થયેલ ગેંગ રેપ, હત્યા તેમજ આઝમગઢના પ્રધાન સત્યમેવ જયતેની હત્યાના બનાવ બાબતે યોજાયેલ રેલી દરમિયાન કાર્યકરોને પોલીસે ડીટેન કર્યા. બહુજન ક્રાન્તિ મોર્ચા તરફથી ઉત્તર પ્રદેશના હાથરસમા અનુસૂચિત જાતિની દિકરી પર થયેલ ગેંગ રેપ, હત્યા તેમજ આઝમગઢના પ્રધાન સત્યમેવ જયતે ની હત્યાના બનાવ બાબતે સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રવ્યાપી રેલી પ્રદર્શન યોજાનાર હતા. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ તારીખ ૧૫/૧૦/૨૦૨૦ના રોજ ભરૂચ રેલવે સ્ટેશન પર ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કચ્છ જિલ્લાના રાપર ખાતે ઈન્ડિયન લોયર પ્રોફેશનલ એસોસિએશનના ગુજરાત રાજ્યના પ્રભારી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાના બનાવના અનુસંધાને શહીદને વિરાજલિ આપવામાં આવી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પર ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી શરૂ થયેલ આ રેલી પ્રદર્શન દરમિયાન બહુજન મુક્તિ પાર્ટી ભરૂચ લોકસભા પ્રભારી હેમંત ગોહિલ, જિલ્લા પ્રમુખ મોહસીન બાપુ, ઓફશુટ વિન્ગના કાર્યકરો અરવિંદ પરમાર, અનંત મોતાવલ, રમણ વસાવા, કમલેશ વસાવા, પિન્કેશ વસાવાને ભરૂચ એ-ડિવિઝન પોલીસે ડીટેન કરી લીધાં હતાં. આ કાર્યક્રમને અન્ય કાર્યકરો મૂળજીભાઈ ડોડીઆ, બાલુભાઈ વણકર, રમેશ પરમાર, કિરીટભાઈ પરમાર, નગીનભાઈ પરીએજવાલા, કિરણ વાઘેલા, જયેશ ભીમડા, કિશોરભાઈ સોલંકી, સદ્દામ ડિપોટી, નરેશ ગોહિલ, લંકેશ મયાત્રા, કનુભાઈ પરમાર, રાષ્ટ્રીય મુસ્લિમ મોર્ચા ના ભરૂચ જિલ્લા પ્રભારી લિયાકત ખાન તથા અન્ય એ સાથ સહકાર આપ્યો હતો.