(એજન્સી) તા.૩
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યા કરવા મામલે ધારદાર દેખાવો કરી રહ્યાં હતા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ દાવો કર્યો હતો કે મને ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે દિલ્હીમાં પીડિતા મૃત્યુ પામી ગઈ હતી. આ દરમિયાન યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં અરાજકતા ફેલાવવા માટે યોગી આદિત્યનાથની સરકારે તમામ હદો વટાવી દીધી છે. તેમણે કહ્યું કે પોલીસ મારા ઘરે ગઈકાલે રાત્રે આશરે ૧ઃ૩૦ વાગ્યે આવી પહોંચી હતી. તેઓએ મારા ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો. જ્યારે હું સવારે ઊઠ્યો તો ત્યારે મેં તેમને જોઈને સવાલ કર્યો કે તેઓ શા માટે અહીં આવ્યા છે? ત્યારે તેઓએ કહ્યું કે તેઓએ મારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મને ૯ ઓક્ટોબરના રોજ લખનઉમાં હઝરતગંજ પોલીસ સ્ટેશને હાજર થવા કહેવાયું છે. તેઓએ મને નોટિસ પણ પકડાવી દીધી હતી. આ દરમિયાન યોગી સરકારને આડેહાથ લેતાં અજય કુમાર લલ્લુએ કહ્યું કે યોગી સરકાર મને અને મારી પાર્ટીને નિશાન બનાવી રહી છે કેમ કે અમારી પાર્ટી સામુહિક દુષ્કર્મની ઘટનાનો સજ્જડ વિરોધ કરી રહી છે. ચાર વગ્યા પછી મેં જણાવ્યું કે મને નજરકેદ કરી લેવામાં આવ્યો છે. શું અન્યાય સામે વિરોધ કરવો ખોટું છે? મને બહાર જવા દેવાઈ રહ્યો નથી. યુપી સરકાર શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે? તેમણે કહ્યું કે યોગી સરકાર ગભરાઈ રહી છે. કોઈને બહાર જવા દેવાની છૂટ આપવામાં આવી રહી છે. હું યોગીજીને પૂછવા માગુ છું કે જો રાહુલજી હાથરસ જવા માગે છે અને પ્રિયંકાજીને તેમની સાથે એકલા જવા દેવાશે તો પછી કેમ તેમને પોલીસ દ્વારા ગુરુવારના રોજ અટકાવાયા હતા. કોંગ્રેસ વર્કરો પર હુમલો કરાયો અને તેમને ઘાયલ કરાયા. તેઓએ રાહુલજીને નહીં પણ તમામ મહિલાઓની લાગણીને ઈજાગ્રસ્ત કરી હતી.