(એજન્સી) લખનૌ, તા.૬
‘ગોળી સાથે ગોળી’ની રણનીતિ ઉત્તરપ્રદેશની પોલીસે અપનાવી છે જેને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી સિવાય કોઈએ પણ સ્વીકાર્યું નથી. યોગીએ ગોળીઓ ચલાવવાની મહેચ્છા ધરાવનાર પોલીસને પ્રસન્ન કરી દીધા છે. એવી પરિસ્થિતિઓ હોઈ શકે જ્યારે એન્કાઉન્ટરને રોકી નહીં શકાય. માર્ચ ર૦૧૭થી જાન્યુઆરી ર૦૧૮ સુધી ૯૦૦ એન્કાઉન્ટરો અને ગયા ગુરૂવારથી રર એન્કાઉન્ટરો કોઈ પણ સંજોગોમાં વ્યાજબી ઠરાવી શકાય નહીં. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં પોલીસે એક રીઢા ગુનેગાર સુમિત ગજ્જરને ઠાર કર્યો હતો પણ એની સામે શંકાઓ થઈ છે કારણ કે મૃત્યુ પામેલ સુમિત ગજ્જર નામની વ્યક્તિ ગુનેગાર નહીં પણ અન્ય સામાન્ય વ્યક્તિ હતો. એન્કાઉન્ટરથી પીડિતોના કુટુંબીજનો એનએચઆરસી સમક્ષ ફરિયાદો કરી રહ્યા છે અને એનએચઆરસી પણ નોટિસો મોકલી રહી છે. નોટિસમાં એનએચઆરસીએ ચેતવણી આપી છે કે જાહેર નોકરીને પોતાની સત્તાનો દુરૂપયોગ કરી લોકોનો જીવ લઈ લેવાનો કોઈ અધિકાર નથી. પણ એવું જણાય છે કે, ઉ.પ્ર. સરકાર ઉપર એવી કોઈ અસરો થઈ નથી. જો ગુનેગારો શરણે આવવા ઈન્કાર કરે તો એની સામે શિસ્તબદ્ધ રહી પોલીસે પગલાં લેવા જોઈએ અને જે નિયમો ઠરાવેલ છે એનું પાલન કરવું જોઈએ નહીં કે સીધી ગોળી જ મારી દેવી જોઈએ. એન્કાઉન્ટર કરી સત્તાનો દુરૂપયોગ કરવાનો પોલીસને અધિકાર નથી. એના માટે પોલીસે કોર્ટમાં જવાબ આપવો પડશે. ગુનેગારોને ટ્રાયલ વિના સજા કરવાથી ગુનેગારોમાં ભય ઊભો કરી શકાય છે. પણ આપણે ભયનું વાતાવરણ નથી ઊભું કરવું. અમે ઈચ્છીએ છીએ કે લોકો કાયદાનો અમલ કરવા પ્રેરાય. પોલીસનું કાર્ય મુશ્કેલ છે. પણ કારોબારીએ એન્કાઉન્ટરની ભલામણ કરતા પહેલાં વિચારવું જોઈએ. કારોબારીએ વધુ પોલીસ દળ ઊભું કરવું જોઈએ. પોલીસો ઉપર વધુ કાર્યભાર ના હોવો જોઈએ. એમનામાં તપાસનું કૌશલ્ય વધારવું જોઈએ. ન્યાયિક સિસ્ટમને ઝડપી બનાવવું જોઈએ. સુપ્રીમકોર્ટે એન્કાઉન્ટર માટે ૧૬ ગાઈડ લાઈનો બહાર પાડી છે જેનો અમલ થવો જોઈએ. ઉ.પ્ર.માં વધુ પ્રમાણમાં થયેલ એન્કાઉન્ટરોને લઈ સુપ્રીમકોર્ટે દરમિયાનગીરી કરવી જોઈએ.