કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કાનપુર જિલ્લામાં પોલીસના આઠ કર્મીઓને ઠાર મરાયા બાદ ઉત્તરપ્રદેશની સામાન્ય પ્રજાની સલામતી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં ગુન્ડારાજનો વધુ એક પુરાવો મળ્યો છે. આ સાથે તેમણે આ ચકચારી ઘટનામાં માર્યા ગયેલા પોલીસના પરિવાર પ્રત્યે દિવસોજી વ્યકત કરી હતી અને ઈજાગ્રસ્તો વહેલા સાજા થાય તેવી ઈચ્છા વ્યકત કરી હતી. રાહુલે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં કુખ્યાત અપરાધીને પકડવા ગયેલી પોલીસ પર આ પ્રકારનો હુમલો ઘણો દુઃખદ છે. આ અથડામણથી સાબિત થાય છે કે રાજયમાં ગુંડાગીરી વ્યાપક છે. ગુંડારાજનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે.