(એજન્સી) લખનૌ, તા.ર૩
જોનપુર-પ્રતાપગઢ સરહદ પર આવેલા જગતપુરમાં શુક્રવારે ટ્રક અને ઓટો રિક્ષા ટકરાતાં ૧૦ લોકોનાં મોત નિપજ્યાં છે. ઓટોમાં ચાલક સહિત ૧૧ લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના લગભગ બપોરે ૧ વાગ્યાના સુમારે બની. ચાલકને ગંભીર હાલતમાં પ્રતાપગઢની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. મૃતકોમાં ૯ લોકો જોનપુરના મુંગરબાદશાહ પુર ક્ષેત્રના ગૌરૈયાડીક ગામના રહેવાસી હતા. એક મહિલા પ્રતાપગઢની હતી. મૃતકોમાં આઠ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. દુર્ઘટના બાદ ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. ગૌરૈયાડીદ ગામના કેટલાક લોકોએ નવરાત્રિના છઠ્ઠા દિવસે પ્રતાપગઢના રાનીગંજ વિસ્તારમાં આવતા રઈયા મંદિરમાં દર્શનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. બે ઓટો અને એક પિકઅપમાં લગભગ બે ડઝન લોકો મંદિર જવા માટે બપોરે ૧ર