તા.૨૨
ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં જ લોકસભાની બે સીટો માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં બસપાએ ચૂંટણી ગઠબંધન હેઠળ સમાજવાદી પાર્ટી (સપા)ને ટેકો આપ્યો હતો. નવા રાજનૈતિક સમીકરણને કારણે બસપા બંને સીટ પર વિજય થયો. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી પેટાચૂંટણી માટે થયેલ ગઠબંધનને આગળ પણ ચાલુ રાખવાની વાત કરી ચૂક્યા છે. આ સંદર્ભમાં અખિલેશ યાદવે મહત્ત્વપૂર્ણ ઘોષણા કરી છે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લક્ષમાં રાખી તેમણે જણાવ્યું કે, ઉત્તરપ્રદેશને સપા અને બસપા વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે કોઈ સમસ્યા ઉપસ્થિત થશે નહિ. અખિલેશે સ્પષ્ટ કર્યું કે, સપા-બસપા ગઠબંધન મજબૂત અને પ્રભાવી બનાવવા તેઓ બસપાને કેટલીક વધુ સીટો આપવા તૈયાર છે. પેટા ચૂંટણીઓમાં વિજય થયા બાદ અખિલેશે કહ્યું કે, સપા-બસપા ગઠબંધન ભાજપને માત્ર ઉત્તરપ્રદેશમાંથી જ નહી પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાંથી પણ બહાર તગેડી મૂકશે. સપા પ્રમુખે કહ્યું, આ માત્ર પાર્ટી સાથે સંબંધિત પ્રશ્ન નથી દેશને બચાવવાનો સવાલ છે. તેમણે કહ્યું કે તેઓ એવી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. જે ધર્મ અને જાતિના નામે ઉન્માદ ફેલાવવાનું કામ કરી રહી છે. તે સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે. પરંતુ એવી વ્યક્તિને મુખ્યમંત્રી બનાવે છે જે જાહેરમાં એવો દાવો કરે છે. કે તે ઈદ ઉજવતો નથી. તેઓ બંધારણ નહીં પણ ઈશ્વરના નામે શપથ લે છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ૮૦ બેઠકો ભારતની ચૂંટણી રાજનીતિમાં ઉત્તરપ્રદેશનું ઘણું મહત્ત્વ છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં દેશના સૌથી મોટા રાજ્યમાં ભાજપને સફળતા મળી હતી.