(એજન્સી)હમીરપુર, તા.૨૫
ઉત્તરપ્રદેશના હમીરપુરમાં આગામી ઈદ્‌-ઉલ-અઝહાના તહેવારને પગલે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્ષેત્રના બહપુર વિસ્તારમાં બકરામાં ચંદ્રના નિશાને લોકોમાં કુતૂહલ સર્જયું છે. આ બકરાની વિશેષતાના કારણે તેની કરોડોમાં બોલી લાગી રહી છે. તેમ છતાં તેના માલિકે તેને વેચવાનો ઈન્કાર કરી દીધો. આ વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આગામી પહેલી ઓગષ્ટના રોજ ઈદ્‌-ઉલ-અઝહાના તહેવારની ઊજવણી કરવામાં આવશે. શનિવાર અને રવિવારે લોકડાઉન હોવાને કારણે લોકોએ કુરબાની માટે પશુ ખરીદવા ગામો તરફ મીટ માંડી છે. રાઠથી દસ કી.મી.ના અંતરે સ્થિત બહરપુર ગામમાં ચંદ્રના નિશાનવાળા એક બકરાએ લોકોમાં ચર્ચામાં જગાવી છે. ખરીદારોએ આ બકરાની કિંમત એક કરોડ સુધી લગાવી હતી. આ અંગે જ્યારે બકરાના માલિક સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે, તેમના બકરામાં કુદરતી રીતે જ ચંદ્રનું નિશાન બનેલું છે. જેની ખરીદી માટે કાનપુર અને રાઠથી લોકો આવી રહ્યા છે. કાનપુરના લોકોએ બકરાની એક કરોડ સુધીની કિંમત લગાવી હતી. તમણે જણાવ્યું હતું કે કાનપુરના અમુક લોકોએ બકરાની કિંમત ૧ કરોડ ૬૦ લાખ લગાવી હતી જ્યારે રાઠના લોકોએ ૧ કરોડ ૫૦ લાખમાં બકરો માંગ્યો હતો. પણ બકરો ન હતો વેચ્યો.