(એજન્સી) બહરાઈચ, તા.૩
બસપા નેતાઓના નેતૃત્વ હેઠળ સોમવારે રાજકીય આંબેડકર છાત્રાલયના વિદ્યાર્થીઓએ ડીએમ ત્રણ રસ્તા પર સંઘ પ્રમુખ મોહન ભાગવતનું પૂતળું ફૂંક્યું હતું.
બસપા જિલ્લા અધ્યક્ષ પ્રદીપ ગૌતમની આગેવાની હેઠળ સોમવારે બપોરે આંબેડકર છાત્રાલયના વિદ્યાર્થીઓ કચેરી સ્થિત આંબેડકર પાર્કમાં એકઠા થયા હતા. ત્યારબાદ સૂત્રોચ્ચાર કરતા બસપા નેતા અને સેંકડો વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે ડીએમ ત્રણ રસ્તા પહોંચ્યા હતા જ્યાં તેમણે વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિરોધમાં મુરાદાબાદના સૂત્રો ઉચ્ચાર્યા હતા. બૌદ્ધ પરિપથ ચક્કાજામ થઈ ગયો હતો. ત્યારબાદ સંઘ પ્રમુખ મોહન ભાગવતના પૂતળાને બાળવામાં આવ્યું. આ રેલીમાં પ્રદીપ ગૌતમે જણાવ્યું કે, ભારતમાં મનુવાદી વિચારસરણી ધરાવતા લોકો સદીઓથી એસસી, એસટી પર અત્યાચાર કરી રહ્યા છે જો કોઈ હિંમત દાખવીને પોલીસ પાસે જાય છે તો તેને ભગાડી મૂકવામાં આવે છે. જો દબાણમાં આવીને પોલીસ એસસી-એસટી પર એક્ટ લગાવી દે છે તો તપાસમાં ફાઈનલ રિપોર્ટ લગાવીને મામલાને રફેદફે કરી દેવામાં આવે છે.