(એજન્સી) મથુરા, તા.૧ર
યુપીના મથુરા જિલ્લામાં વૈટનરી વિશ્વ વિદ્યાલયમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાયક સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. આ દરમિયાન સ્થાનિય ભાજપા સાંસદ અને બોલીવુડ અભિનેત્રી હેમામાલિની અને વૃંદાવનના ભાજપ સાંસદ કારિંદાસિંહ સ્ટેજ પર ઊંઘતા નજરે ચઢયા હતા.
જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે ભાજપ સાંસદ હેમામાલિનીને કાર્યક્રમ દરમિયાન ઊંઘતા જોઈ શકો છો. આ કાર્યક્રમમાં હેમામાલિની એકલા ન હતા જે ઊંઘી રહ્યા હોય. હેમાની સાથે ગોવર્ધન સાંસદ કારિંદાસિંહ પણ ઊંઘતા નજરે આવ્યા હતા. ખબરો મુજબ કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન સ્ટેજ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત ઊર્જા મંત્રી શ્રીકાંત શર્મા, કેબિનેટ મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણ પણ હાજર હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે વૈટનરી વિશ્વ વિદ્યાલયમાં રાજ્યપાલ રામ નાઈક સાથે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમ પહેલાં યોગી વૃંદાવનમાં હાસાનંદ ગામના ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થયા હતા.
ઉત્તરપ્રદેશ : ભાજપ સાંસદ હેમામાલિની મુખ્યમંત્રી યોગીના કાર્યક્રમમાં ઊંઘતા નજરે ચઢયાં, વીડિયો વાયરલ

Recent Comments