(એજન્સી) તા.ર૦
ઉત્તરપ્રદેશની સરહદે અટવાઇ પડેલાં હજારો મજૂરોને કોંગ્રેસ દ્વારા બસો પૂરી પાડવામાં મુદ્દે ખેલાઇ રહેલાં કટુતાભર્યા રાજકારણ વચ્ચે કોંગ્રેસે આરોપ કર્યો હતો કે ઉત્તરપ્રદેશની સરકાર અત્યંત નિમ્નસ્તરનું રાજકારણ ખેલી રહી છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેણે પ્રવાસી શ્રમિકો માટે સેંકડો બસો પૂરી પાડી છે અને હાલ તે બસો ઉત્તર પ્રદેશમાં પ્રવેશવાની જુદી જુદી સરહદોએ ઉભી છે. તેમ છતાં આ બસોને રાજ્યમાં પ્રવેશવા દેવાની હજુ સુધી મંજૂરી અપાઇ નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે છેલ્લા છ દિવસથી ને વિશેષ કરીને છેલ્લા બે દિવસથી ઉત્તર પ્રદેશની સરહદે ૫૦૦ જેટલી બસો ઉભી છે. ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકોનું સ્થળાંતર કરવા દેવાનો તમે કેવી રીતે ઇન્કાર કરી શકો ? આ અત્યંત નિમ્નસ્તરનું રાજકારણ છે. હજુ મોડુ નથી થઇ ગયું. હું બે હાથ જોડીને વિનંતી કરું છું, જેમ કે અમારા નેતા પ્રિયંકાજીએ કહ્યું છે તેમ જો તમને રાજકારણની બહુ ચિંતા થતી હોય તો આ બસો ઉપર તમારુ નામ અને બેનર લગાવી દો પરંતુ અમે જે મદદની ઓફર કરી રહ્યા છીએ તેનો ઉપયોગ કરો એમ સિંઘવીએ કહ્યું હતું. કોઇને પણ જાણીને આઘાત લાગશે અને આશ્ચર્ય પણ થશે. કોઇને સમજ પડતી નથી. જો એક માનવીય કરૂણાંતિકા ન હોત તો ચોક્કસ એક કોમેડી હોત. અજય બિસ્ત સરકાર હાઝ જોડીને બેસી રહી છે અને કશું કરતી નથી, એટલું જ નહીં પરંતુ કોઇને પણ કંઇ કરવા દેતી નથી અને શ્રમિકોને કોઇ મદદ પહોંચાડે છે તો તેમાં પણ અવરોધ ઉભા કરે છે એમ સિંઘવીએ કહ્યું હતું. શું તેઓ રાષ્ટ્ર સમક્ષ ખડા થઇને આ બાબતનો જવાબ આપી શકશે ખરા ? એમ સિંઘવીએ વળતો પ્રશ્ન કર્યો હતો.
ઉત્તરપ્રદેશ સરકાર અત્યંત નિમ્નસ્તરનું રાજકારણ ખેલી રહી છે : અભિષેક મનુ સિંઘવી

Recent Comments