(એજન્સી) તા.૧૪
શુક્રવારે રાત્રે એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે આયોજીત જોઈન્ટ એન્ટ્રન્સ એકઝામ (જેઈઈ)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) દ્વારા લેવામાં આવતી આ પરીક્ષામાં બશીર અહેમદે ઉત્તરાખંડ રાજયમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેમણે ૯૯.૯૯ પર્સન્ટાઈલ મેળવ્યા હતા. બશીર અહમદને આશા છે કે તેમની તૈયારીના કારણે તેમને જેઈઈ (એડવાન્સ)માં પણ મદદ મળશે. તેમણે કહ્યું હતું કે મને સ્ટેટ ટોપર બનવાની સહેજ પણ અપેક્ષા ન હતી. પરીક્ષા પછી મને લાગતું હતું કે મેં મારૂં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. બશીરે જેઈઈ એડવાન્સ પરીક્ષા પાસ કર્યા પછી આઈઆઈટી બોમ્બેથી કોમ્પ્યુટર એન્જિનિયરીંગ કરવાની આશા વ્યકત કરી હતી. બશીર અહમદે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૯૭.રપ ટકા ગુણ મેળવ્યા હતા.