(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
ઉત્તરાખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ ભાજપા સરકારની રચનાથી જ ધર્મપરિવર્તન પર કાયદો બનાવવા માટે દબાણ કરી રહી હતી. શનિવારે વિધાનસભા સદનમાં સરકારે ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા બિલ ધ્વનિમતથી પસાર કરી દીધું, જેમાં ધર્મપરિવર્તન ગેરકાયદેસર રીતે કરાવવા પર સજાની જોગવાઈ કરવામાં આવી છે. તે લાગુ પડ્યા બાદ ધર્મપરિવર્તન પર કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પ્રકારની મંજૂરી વગર ધર્મપરિવર્તન અથવા તો કોઈ આ ષડયંત્રમાં સામેલ રહે છે તો તેને વધુમાં વધુ પાંચ વર્ષની જેલની સજા ભોગવવી પડશે.
સરકારે આવા ધર્મપરિવર્તનને શૂન્ય પણ ઘોષિત કરવાની જોગવાઈ કરી દીધી છે. આ કાયદો લાલચ આપીને ધર્મપરિવર્તન કરનારાઓ, ધર્મ બદલવા માટે ધમકાવનારાઓ અને ધર્મપરિવર્તન કરવા માટે કાવતરું ઘડનારાઓ માટે લાગુ પડશે. હવે કોઈપણ વ્યક્તિ જો ધર્મપરિવર્તન કરવા ઈચ્છે છે તો તેણે એક મહિના અગાઉ આને સંબંધિત શપથપત્ર જિલ્લાઅધિકારીને આપવો પડશે. જો પૂજારી પણ ધર્મપરિવર્તન કરાવશે તો તેમણે પણ એક મહિના પહેલા જિલ્લા અધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે.
ઉત્તરાખંડમાં હવે ધર્મપરિવર્તન કરવા બદલ પ વર્ષની સજા : ધ્વનિમતથી પસાર કરાયું બિલ

Recent Comments