(એજન્સી) તા.૧૯
તુર્કીના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલય મુજબ ઉત્તરી ઈરાકમાં સીમા પારથી આતંકવાદ વિરોધી અભિયાનમાં પીકેકે આતંકવાદીઓના હુમલામાં બે તુર્કી સૈનિક મૃત્યુ પામ્યા.
મંત્રાલયે એક નિવેદનમાં સૈનિકોના મૃત્યુ પામ્યા અને ઘાયલ થવાની માહિતી આપી છે. જે ઓપરેશન કલો-ટાઈગર ક્ષેત્રમાં આતંકવાદીઓના હુમલામાં ઘાયલ થયા હતા.
મંત્રાલયે શુક્રવારે એક ટિ્‌વટ કરી સૈનિકો અને તુર્કી રાષ્ટ્રના પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી. તુર્કીના ઓપરેશન કલો-ટાઈગરને જૂનમાં પીકેકે અને અન્ય આતંકવાદી સમૂહોના જોખમને નિષ્ક્રિય કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. જે સામાન્ય રીતે સીમા પાર હુમલાની યોજના બનાવવા માટે ઉત્તરી ઈરાકનો ઉપયોગ કરે છે. તુર્કીની વિરૂદ્ધ ૩૦થી વધુ વર્ષોના આતંકવાદી અભિયાનમાં પીકેકેને તુર્કી, અમેરિકા અને યુરોપિયન સંઘ દ્વારા આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કર્યા છે, જેમાં મહિલાઓ, બાળકો અને શિશુઓ સહિત ૪૦,૦૦૦થી વધુ લોકોના મૃત્યુ માટે જવાબદાર છે.