(એજન્સી) વોશિગ્ટન, તા. ૭
ઉત્તર કોરિયન તંગદીલી વચ્ચે અમેરિકી નેવીએ જાપાની-ભારતીય નેવી સાથે નેવી કવાયદ આદરી છે. અમેરિકી યુદ્ધજહાજ યુએસએસ રોનાલ્ડ રેગને જાપાની વિનાશક યુદ્ધ જહાજ અને બે ભારતીય યુદ્ધજહાજો સાથે જાપાાની સમુદ્રમાં યુદ્ધાભ્યાસ કર્યો હતો તેવું જાપાની નેવીએ મંગળવારે કહ્યું. આ સમગ્ર કવાયદમાં પાંચ જહાજોનો સમાલે છે. ઉત્તર કોરિયા સાથે ચાલી રહેલી તંગદીલીની વચ્ચે આ અભ્યાસ કરવામાં આવ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એશિયાના દેશોની ૧૨ દિવસની મુલાકાતનો પ્રારંભ કર્યો છે. જાપાની મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સે એક પ્રેસ રિલિઝ જારી કરતાં કહ્યું કે આ કવાયદને કારણે લડવાના કૌશલ્યમાં સુધારો થયો છે અને ભારત સાથે સહયોગ વધારે ગાઢ બન્યો છે. જાપાન સ્થિત ૧૦૦,૦૦૦ ટનની ક્ષમતા ધરાવતા રેગાન ૭૦ લડાકૂ વિમાનોના વહનની ક્ષમતા ધરાવે છે અને તે એશિયામાં અમેરિકી નેવીનું સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ છે. આ યુદ્ધજહાજને પશ્ચિમી પેસિફિકમાં બીજા બે યુદ્ધજહાજો સાથ આપશે.