(એજન્સી) પેશાવર, તા.૩૦
અફઘાનિસ્તાનને અડીને આવેલ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના પેશાવર નજીકના એક સ્થળે રોડ પાસે થયેલા એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં ૩ મહિલાઓ અને એક બાળક સહિત ૮ લોકોનાં મોત થયા હતા. જે શિયાઓને નિશાન બનાવી કરાયો હતો. મકબાલ ખાતે ૮ લોકોને લઈ જતી એક વાનને રિમોન્ટ કંટ્રોલથી વિસ્ફોટકો દ્વારા ઉડાવી દેવાઈ હતી. જેમાં ૮ લોકોનાં મોત થયા હતા. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, તમામ મુસાફરો શિવા યાત્રી હતા. શિવા મુસ્લિમોને નિશાન બનાવી કરાતા હુમલામાં અપરકુરામ જોવા મળ્યું છે. આ હુમલાની કોઈ જૂથે જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમો દ્વારા સાંપ્રદાયિક હિંસાને છૂટા હાથે ફેલાવાઈ રહી છે. સુન્ની ત્રાસવાદી જૂથોનું અલ-કાયદા સાથે અને તાલિબાનો સાથે મળી શિયા જૂથો પર હુમલા થાય છે. જેમની ર૦ ટકા વસ્તી છે. કુરામ નાનો સ્વતંત્ર વિસ્તાર છે જે આદિવાસી અફઘાન પટ્ટા પર છે. અલકાયદા અને તાલિબાનો છેલ્લા દશકાથી અહીંયા સાંપ્રદાયિક હિંસા ફેલાવી રહ્યા છે. તેઓ આ વિસ્તારના લોકોને ઝડપી નિશાન બનાવી રહ્યા છે. જે વિસ્તાર ગરીબ છે અને ઈસ્લામાબાદ તેની અવગણના કરે છે. સલામતી છતાં તેઓને સરળતાથી નિશાન બનાવાય છે.