(એજન્સી) નવી દિલ્હી, તા.ર
દિલ્હીના ઉત્તર-પૂર્વીય હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સતત તણાવભરી સ્થિતિમાં ભારે સલામતી વચ્ચે ઘણા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. દિલ્હીના હિંસાગ્રસ્ત જાફરાબાદ, મોજપુર, બાબરપુર, ચાંદબાગ, શિવ વિહાર, ભજનપુરા, યમુના વિહાર અને મુસ્તફાબાદમાં મોટાપાયે સલામતી દળના જવાનો પહેરો ભરી રહ્યા છે. હિંસાનો કોઈ નવો બનાવ નોંધાયો નથી. સત્તાવાળાઓએ ઉત્તર-પૂર્વમાં આવેલા ગંદા પાણીના નાળાઓમાંથી ચાર મૃતદેહો શોધી કાઢયા હતા. બોર્ડની પરીક્ષા શરૂ થતાં સોમવારે સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર જઈ પરીક્ષા આપી હતી. સીબીએસઈએ રવિવારે કહ્યું કે, બોર્ડની પરીક્ષામાં વધુ વિલંબથી ઘણા બધા વિદ્યાર્થીઓને મેડિકલ ઈજનેરી શાખામાં પ્રવેશ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં હાજરી આપી શકયા નથી. તેમના માટે સીબીએસઈ બોર્ડ દ્વારા પુનઃ પરીક્ષા યોજવા તૈયાર છે. મુખ્યમંત્રી કેજરીવાલે જરૂરિયાતમંદ લોકોને તરત જ વિગતો પૂરી પાડવા જણાવ્યું છે. અમે ચોવીસ કલાક રાહત સેવા માટે તૈનાત છીએ.
Recent Comments