(એજન્સી) મુંબઇ,તા.૨૩
મહારાષ્ટ્ર સરકારે પૂર પ્રભાવિત ખેડુતો માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનાં પેકેજની ઘોષણા કરી છે, આ રકમ દિવાળી પહેલા આપવામાં આવશે, ઉદ્વવ ઠાકરેનાં નેતૃત્વવાળી સરકારે ગૃહ નિર્માણ માટે ૫ હજાર કરોડ આપશે, સરકાર પાક માટે પ્રતિ હેક્ટર ૧૦ હજાર રૂપિયા આપશે, તે ઉપરાંત બગીચાઓ માટે પ્રતિ હેક્ટર ૨૫૦૦૦ રૂપિયા આપવાની ઘોષણા કરી છે. મધ્ય અને પશ્ચિમ પુરગ્રસ્ત વિસ્તારો માટે ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. સીએમે ઉદ્વવ ઠાકરેએ ગતસપ્તાહ ભારે વરસાદને કારણે પાકને ગુમાવનારા ખેડૂતોને નિર્ધારિત ૫૫૦૦ કરોડ એક વખતનું કેશ રીલીફ આપવામાં આવશે. રાજ્યનાં ૧૦ જિલ્લાઓમાં આશરે ૧૦ હેક્ટર પાકને નુકસાન થયુ છે. મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે, કે મહારાષ્ટ્ર સરકારે ૧૦ હજાર કરોડ રૂપિયાનાં પેકેજની ઘોષણા કરી છે, દિવાળી પહેલા આ રકમનું વિતરણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે પૂર અને વરસાદથી પ્રભાવિત લોકોની મદદ આપવી તે સરકારનું કર્તવ્ય છે, સમીક્ષા બેઠક બાદ મે પૂર પ્રભાવિત વિસ્તારોનાં વિવિધ કાર્યો માટે ખેડુતો અને અસરગ્રસ્ત લોકોને ૧૦ હજાર કરોડની મદદ આપવાનો નિર્ણય કર્યો છે, સીએમએ કહ્યું કે અમે દિવાળી તહેવારમાં લોકો સુધી મદદ પહોંચાડવાનાં પ્રયત્નો કરી રહ્યા છિએ.
મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં વરસાદ અને પુરનાં કારણે ખેડુતોનાં પાકને મોટું નુકસાન થયું છે, રાજ્યનાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે સોલાપુરની સ્થિતીની સમીક્ષા કરવા માટે ત્યાં પહોચ્યા હતાં. જો કે સોલાપુરમાં મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ખેડુતોનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો, અત્રે ઉલ્લેખનિય છે કે ભારે વરસાદ અને પૂરનાં કારણે લાખો હેક્ટર ભુમિ પર ઉભેલો પાક નાશ પામ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ ભારે વરસાદનેે કારણે પાયમાલ થયેલા ખેડૂતો માટે ૧૦ હજાર કરોડનું વળતર પેકેજ જાહેર કર્યું

Recent Comments