(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
શહેરના ઝાંપાબજારમાં રહેતા અને ખંડણીખોર માથાભારે વસીમ બિલ્લાની ઘાતકી હત્યા કેસમાં શહેરના મોટા ઉદ્યોગપતિ બદરી લેસવાળાએ પોલીસ પોતાની ધરપકડ કરશે એવી દહેશત સાથે એક આગોતરા જામીન અરજી નવસારી કોર્ટમાં રજૂ કરી હતી. જેની સુનાવણી મંગળવારના રોજ હાથ ધરાશે. જાકે, બદરી લેસવાળાની આગોતરા જામીન રદ થાય તે માટે પોલીસ કોર્ટ સમક્ષ એફીડેવીટ રજૂ કરશે.
આ કેસની વિગતો એવી છે કે, ગત મહિનામાં શહેરના ઝાંપાબજાર ખાતે રહેતા વસીમ બિલ્લાની નવસારી રોડ પર ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી. નવસારી પોલીસે હત્યા તથા આર્મ્સ એક્ટનો ગુનો નોંધી બે શાર્પ શૂટરો સહિત ત્રણની ધરપકડ કરી હતી. પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી દહેશત સાથે બદરી લેસવાળાએ આગોતરા જામીન અરજી કોટ૪ સમક્ષ કરી છે. જેની સુનાવણી મંગળવારના રોજ હાથ ધરાશે.